ગુજરાતના મેહસૂલ વિભાગના અધિકારીઓ કેટલાં બેદરકાર છે તેનો જીવતો જાગતો પુરાવો

મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા  થોડા સમય પહેલા જાહેરમાં નિવેદન આપવામાં  આવ્યું હતું કે  ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં  મહેશુલ વિભાગ પ્રથમ નંબરે છે પણ અમે તો આજે મહેશુલ વિભાગના અધિકારીઓ કેટલા બેદરકાર છે તે પુરાવા સહીત બતાવવા જઈ રહ્યા છીએ.

આણંદ શહેરનો નાની ખોડીયાર વિસ્તાર ,વિસ્તારમાં આવેલ ગંગદેવ નગર , ગંગદેવ નગરમાં વર્ષ ૨૦૧૭ પહેલા ગંગદેવ નગર માં રહેતા કેટલાક રહીશો ધ્વરા  સોસાયટીના રોડ પર ગેરકાયદેશર દબાણો કરી દેવામાં આવતા સોસાયટીના એક રહીશ મનોજ મારવાડી ધ્વરા દબાણ અંગેની લેખિત ફરિયાદ આણંદ નગરપાલિકા ,આણંદ વલ્લભવિદ્યાનગર કરમસદ શહેરી વિકાસ સત્તામંડળને કરતા સત્તામંડળ દ્વારા અરજદાર પાસે જુદાજુદા પુરાવાની માંગણી કરી હતી.
જોકે અરજદાર દ્વારા તમામ પ્રકારના પુરાવા આપવા છતાં અને નિયમ અનુશાર જમીન માપણી  ફી ભર્યા બાદ પણ અવકુડાના અધિકારીઓ દ્વારા તારીખ પર તારીખ આપી જાણે કેશનો નિકાલ કરવામાં રસ ન હોય તેવું વર્તન કરતા થાકેલા અરજદાર દ્વારા મુખ્ય કારોબારી અધિકારીનો ચાર્જ સંભાળતા પ્રાંત અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો તો પ્રાંત સાહેબ રીતસરના અરજદાર પર ગુસ્સેથી પોતાને અડધી રાત્રે ઈચ્છા થશે ત્યારે જ દબાણ દુર કરવા આવશેનો વાહિયાત જવાબ આપતા અરજદાર દ્વારા ટીવી ૯ નો સંપર્ક કરવામાં આવ્યો હતો
અરજદાર છેલ્લા બે વર્ષથી દબાણ  હટાવવાના મુદ્દે કચેરીના ધક્કા ખાઈ પોતાના ચપ્પલ ઘસી નાખ્યા પણ બેદરકાર અધિકારીઓ ધ્વરા પ્રજાના કામોમાં જાણે કોઈ રસ ન  હોય તેમ વર્તન કરતા હોય તે વાત સ્પષ્ટ છે ,કારણ કે  સરકારી અમલદારો પ્રજા માટે નહિ પણ સરકાર માટે જ કામ કરતા અવાર નવાર નજરે પડતા હોય છે, જીલ્લામાં કોઈ મંત્રી કે નેતાનું આગમન થવાનું હોય ત્યારે રોડ રસ્તા હેલીપેડ જેવી સુવિધાઓ ગણતરીના કલાકોમાં પૂર્ણ કરતા આ અધિકારીઓ  પાસે ગંગદેવનગરમાં દબાણ થયાના પૂરતા પુરાવા હોવા છતાં કેમ દબાણો દુર કરતા નથી એ પ્રશ્ન અરજદારને મુંઝવી રહ્યો છે
અધિકારી સાહેબને ખબર છે કે તેમની એક મર્યાદા હોય છે પ્રોટોકોલ હોય છે તો ક્લાસ વન અધિકારીઓ પોતાની કચેરીમાં ટી શર્ટ પહેરી ને પહોચી જાય છે ત્યારે શું તેમને તેમની મર્યાદાઓ ધ્યાને નથી આવતી તે પ્રશ્ન દરકે અરજદારને થઇ રહ્યો છે. જોકે પૂરતા પુરાવા હોવા છતાં અધિકારી ધ્વારા ક્યારે દબાણો તોડવાની કામગીરી કરશે તે પ્રશ્ન હાલતો ભવિષ્ય પર અધિકારી દ્વારા છોડી દેવામાં આવ્યો છે ત્યારે અધિકારીની વાત પરથી એક વાત  નક્કી થઇ જાય છે કે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવેલ નિવેદન  ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં  મહેશુલ વિભાગ પ્રથમ નંબરે છે તેમાં આ વિભાગ બેદરકાર પણ છે તે કદાચ ભવિષ્યમાં કહી શકે છે

FB Comments
READ  આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને આજે પિતા તરફથી ખાસ લાભ થવાની શક્યતા