માસ્ક ન પહેરો તો દંડ થશે જ! માસ્ક ન પહેરવા બદલ સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલને 200 રૂપિયાનો દંડ ફટકારાયો

Gujarat Minister pays Rs 200 fine for not wearing mask

માસ્ક ન પહેરો તો દંડ થશે જ, ભલે મોટા પ્રધાન કેમ ન હોય. આ વાત આજે સાર્થક થઈ છે. સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલને માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ ફટકારાયો છે. ઈશ્વરસિંહ પટેલ કેબિનેટ બેઠકમાં જઈ રહ્યા હતા તે સમયે માસ્ક વિના જોવા મળ્યા હતા. જેને લઈ સવાલો ઉઠ્યા હતા કે સામાન્ય માણસને 200 રૂપિયાનો દંડ થાય છે તો પ્રધાનને કેમ નહીં? આ મામલે ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર મહાનગરપાલિકામાં 200 રૂપિયાનો દંડ ભર્યો છે. તેમણે કહ્યું કે માસ્ક ન પહેરવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. ઉતાવળમાં ભૂલથી માસ્ક પહેરવાનું રહી ગયું હતું.

READ  VIDEO: એક નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમનો અમલ શરૂ, લોકો દેખાડી રહ્યા છે આ બહાના

આ પણ વાંચો: અમદાવાદ: ધારાસભ્ય જગદીશ પટેલનું વિરોધ પ્રદર્શન, ચાઈનીઝ સામાન સળગાવી દર્શાવ્યો રોષ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments