આજથી ધો-10 અને ધો-12ના 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા, વિવિધ કેન્દ્રો પર કરવામાં આવી તૈયારી

આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં રાજ્યના 18.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સેમેસ્ટર પ્રથા અને રીપિટર વિદ્યાર્થીઓને બાદ કરતા ગત વર્ષની સરખામણીએ 1.25 લાખ વિદ્યાર્થીઓ વધ્યા છે અને ગત વર્ષ કરતા આ વર્ષે કુલ વધુ 1.35 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

બોર્ડ દ્વારા ચેકિંગ માટે 70થી વધુ ફ્લાઈંગ સ્કવોડ મુકવામા આવશે અને સંવેદનશિલ તેમજ અતિસંવેદનશિલ કેન્દ્રો પર કલેકટર દ્વારા વર્ગ 1-2ના અધિકારીઓ સ્થાયી સ્કવોડ તરીકે મુકાશે. આ ઉપરાંત બોર્ડના 30 સભ્યો પણ જરૂર લાગે ત્યાં તપાસ માટે જશે. તેમજ રાજયના 137 ઝોનમાં 1607 કેન્દ્રોમાં 5873 બિલ્ડીંગોમાં 63651 બ્લોક(વર્ગખંડો)માં પરીક્ષા લેવાશે.આ વર્ષે બોર્ડમાં નોંધાયેલા વિદ્યાર્થી મુજબ ધો.10માં 11,59,762 વિદ્યાર્થીઓ છે, ધો.12 સાયન્સમાં 147302 તથા ધો.12 સામાન્ય પ્રવાહમાં 533636  વિદ્યાર્થીઓ છે.

આ પણ વાંચો : સુરતના 54 વિદ્યાર્થીઓ આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં બેસી શકશે નહીં, શાળા સંચાલકોના કારણે બાળકોનું ભાવિ બગડ્યું

જ્યારે  રદ કરાયેલા ધો.12 સાયન્સની સેમેસ્ટર સીસ્ટમના નાપાસ વિદ્યાર્થીઓને રીપિટર તરીકે અંતિમ તક આપવામા આવી રહી હોઈ આ વર્ષે ધો.12 સાયન્સના સેમેસ્ટર સીસ્ટના રીપીટર વિદ્યાર્થીઓ 10302 છે.આમ કુલ 18,50,992 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આજથી શરૂ થઈ રહેલી પરીક્ષા 23મી માર્ચ સુધી ચાલશે.ધો.10,12 સાયન્સ તેમજ 12 સા.પ્ર.સાથે ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓ અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા લેવાશે. ધો.10ની 19મી માર્ચે અને ધો.12ની 23મીએ પરીક્ષા પૂર્ણ થશે.

પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે અને જ્યાં સીસીટીવ નથી ત્યાં ટેબ્લેટ મુકાશે અને આવા કેન્દ્રો માટે 500થી વધુ ટેબ્લેટ મુકાશે જ્યારે બાકીની તમામ સ્કૂલોમાં સીસીટીવી હોવાથી 99 ટકાથી વધુ કેન્દ્રોમાં સીસીટીવી હેઠળ પરીક્ષા લેવાશે. ધો.10ની પરીક્ષા માટે રાજ્યના 81 ઝોન નક્કી કરાયા છે જ્યારે ધો.12 માટે 56 ઝોનની રચના કરાઈ છે.

આ વર્ષે અમદાવાદ,સુરત,રાજકોટ અને વડોદરાની જેલોમાંથી પરીક્ષા આપી રહેલા ધો.10 અને 12ના કુલ 125 વિદ્યાર્થી છે જેમાં ધો.10ના 89 તથા ધો.12 સામાન્ય પ્રવાહના 36 કેદીઓ છે. આજે પ્રથમ દિવસે જીલ્લા  કલેકટર સાથે ડીઈઓ નક્કી કરાયેલી પસંદગીની સ્કૂલમાં જઈને વિદ્યાર્થીઓને ગુલાબનુ ફુલ આપી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવશે.

 

બોર્ડ દ્વારા આ વર્ષે  70થી વધુ ફ્લાઈંગ સ્કવોડ રચાઈ છે જેના દ્વારા ધો.10 અને 12ના સેન્સિટીવ કેન્દ્રો પર તપાસ કરાશે જ્યારે  ડીઈઓ સાથે રહીને જીલ્લા કલેકટર દ્વારા સંવેદનશિલ-અંતિસંવેદનશિલ કેન્દ્રો પર વર્ગ 1-2ના અધિકારીઓને સ્થાયી સ્કવોડ તરીકે મુકાશે. જેમાં પંચમહાલમાં સૌથી વધુ 70 જેટલા વર્ગ 1-2ના અધિકારી મુકવામા આવ્યા છે. કલેકટરે મુકેલા આ અધિકારીઓ સ્થાયી સ્કવોડ તરીકે પરીક્ષાના 3 કલાકના પુરા સમય માટે ઓબ્ઝર્વર તરીકે કામ કરશે.

પ્રથમ દિવસે કયા કયા પેપર

ધો.10માં આજે  ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી હિતના પ્રથમ ભાષાના વિષયની પરીક્ષા લેવાશે.

ધો.12 સાયન્સમાં ભોતિક વિજ્ઞાાન વિષયની અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત વિષયની તથા એકાઉન્ટ વિષયની પરીક્ષા લેવાશે.

Monsoon 2019: Mumbai wakes up to waterlogged roads, submerged tracks after heavy rains| TV9News

FB Comments

TV9 Web Desk6

Read Previous

રાફેલના જરૂરી દસ્તાવેજોની ફાઇલ ચોરી થયા હોવાની વાત કરી લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારની મુશ્કેલી વધી, કોંગ્રેસે અપાનાવ્યો આક્રમક મોડ

Read Next

શાંતિના ખોટા ઢોંગ વચ્ચે ઇમરાન ખાન સરકારની નફ્ફટાઇ, કાશ્મીરમાં પાકિસ્તાન ચાલી રહ્યું છે 1947ની ‘નાપાક’ ચાલ

WhatsApp પર સમાચાર