2020ની શરૂઆતની સાથે સરકારી કર્મચારી અને રાજ્યના 5 જિલ્લાઓ માટે ખૂશખબરઃ નાયબ મુખ્યપ્રધાનની જાહેરાત

Gujarat na Government Adikari na Allowance ma vadharo, Gujarat Na 5 district ma New Medical Collage Start thase

ગુજરાત સરકારની કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા સરકારી કર્મચારીઓ માટે નવી જાહેરાત કરવામાં આવી છે. નવા વર્ષની સાથે કર્મચારીઓને ભેટ આપવામાં આવી છે. જેમાં સરકારી કર્મચારી અને પેન્શનરો માટે આ જાહેરાત કરવામાં આવી છે. મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કર્યો છે. જાન્યુઆરીના પગારથી 5 ટકાનો વધારો આપવામાં આવશે. આ નિર્ણયનો અમલ 1 જુલાઈ 2019થી ગણાશે. 1 જુલાઈ 2019થી જાન્યુઆરી 2020 સુધીનું 5 ટકા ભથ્થાનું એરિયર્સ 2થી 3 તબક્કામાં ચૂકવવાની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓના ભથ્થામાં 5 ટકાના વધારા સાથે 17 ટકા ભથ્થુ છૂટશે. પહેલા 12 ટકા ભથ્થુ આપવામાં આવતું હતું.

READ  બિન સચિવાલય કર્લાક અને ઓફિસ આસિ. પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર

રાજ્યને નવી 5 મેડિકલ કોલેજની ભેટ

પંચમહાલના ગોધરામાં નવી મેડિકલ કોલેજ શરૂ કરાશે. ગોધરામાં અત્યારે 210 પથારીની હોસ્પિટલ ચાલુ છે. જેમાં 90 પથારીનો વધારો કરાશે. ગીર સોમનાથના વેરાવળમાં નવી મેડિકલ કોલેજ બનશે. ગીર-સોમનાથની હોસ્પિટલમાં 150 પથારી છે. જેમાં 150 નવી પથારીની વ્યવસ્થા ઉભી કરાશે. સાથે મેડિકલ કોલેજ બનશે. દેવભૂમિ-દ્વારકાના ખંભાળીયામાં 150 પથારીની હોસ્પિટલ કાર્યરત છે. જેમાં 150 પથારીનો વધારો કરશે અને મેડિકલ કોલેજ શરૂ કરાશે. બોટાદમાં અત્યારે હોસ્પિટલમાં 100 પથારી છે. જેમાં 200 પથારીની વધારાની સુવિધા સાથે 300 પથારી થશે. સાથે બોટાદ જિલ્લામાં નવી મેડિકલ કોલેજ શરૂ થશે. મોરબીમાં ખાતે પણ એક મેડિકલ કોલેજ શરૂ કરાશે. સાથે મોરબીની હોસ્પિટલમાં 300 પથારીની સુવિધા કરાશે. મોટી હોસ્પિટલમાં 300 પથારી હોવી જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Budget 2017: What people want ? , Navsari & Valsad - Tv9 Gujarati

ભારત સરકારને દરખાસ્ત મોકલવામાં આવી

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, ભારત સરકારને આ નવી 5 મેડિકલ કોલેજની દરખાસ્ત મોકલવામાં આવી છે. જેની પાછળ 1500 કરોડનો ખર્ચ થશે. ભારત સરકાર 60 ટકા ગ્રાન્ટ આપશે. 40 ટકા ખર્ચ ગુજરાત સરકાર ખર્ચ કરશે. સાથે એક નવી માહિતી પણ આપી હતી કે, જે હોસ્પિટલમાં મેડિકલ કોલેજ બનાવી હોય અને હોસ્પિટલ પાસે પૂરતી જગ્યા ન હોય તો, 10 કિમી સુધી મેડિકલ કોલેજ બનાવી શકાય. જે પહેલા હોસ્પિટલની પાસે જ મેડિકલ કોલેજ બનાવવાનો નિયમ હતો. જેમાં ફેરફાર કરાયો છે. હાલમાં ગુજરાતમાં આશરે 5500 મેડિકલ બેઠક પર પ્રવેશ આપવામાં આવે છે. નવી મેડિકલ કોલેજની સાથે મેડિકલ બેઠકમાં વધારો થશે.

READ  LRD ભરતી: રાજભવન જતાં બિન અનામત વર્ગના આગેવાનોની અટકાયત, મહિલાઓએ કર્યો હલ્લાબોલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments