NCP ગુજરાતમાં હવે શંકરસિંહ વાઘેલાના સહારે તો શંકરસિંહ વાઘેલા તંત્ર-મંત્રના સહારે, જાણો બાપુએ કેમ કહ્યું કે તેઓ ચૂંટણી નહીં લડે?

Former Gujarat CM Shankersinh Vaghela tested positive for coronavirus Gujarat na Former CM Shankersinh vaghela ne corona
ફાઈલ ફોટો

ગુજરાતમાં સ્થાપિત થવા માટે હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એક તરફ ગુજરાતના પુર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનો સહારો લઈ રહી છે તો બીજી બાજુ  શંકરસિંહ વાઘેલા વાસ્તુ શાસ્ત્રનો સહારો લઇ રહ્યા  છે. 

એનસીપીના નવા કાર્યાલય વાસ્તુ અનુસાર ડીઝાઇન કરાશે

હાથમાં પેન્ડુલમ લઇને આ મહાશય ચકાસી રહ્યાં છે કે અહી ઓફિસમાં ક્યાં પોઝીટીવ એનર્જી આવે છે અને ક્યાં નેગેટીવ.  આ વ્યક્તિ વાસ્તુ શાસ્ત્રી છે અને અહી NCP નવા કાર્યલય માટેની કામગીરી થઇ રહી છે. ગુજરાતમાં NCPની કંઈ ગજ વાગતુ નથી.  ત્યારે રાજ્યના પુર્વ કોંગ્રેસી નેતા એવા શંકરસિહ વાઘેલાને હવે કમાન સોપાઈ છે. ત્યારે તેઓ હવે માટલી મુકીને સંપુર્ણ વાસ્તુ શાસ્ત્રી અનુસાર વિધી કરાવી રહ્યાં છે. કોઈ કચાસ ન રહી જાય તેની કાળજી રાખવામા આવી રહી છે અને બે બાળકીઓએ માટલી પણ મુકી દીધી. શ્રીફળ અને પછી અગરબત્તિ કરવામાં આવી અને  માટલી મુકતા પહેલા માટી અને મીઠું પણ નાખવામા આવ્યું કે જેથી કોઈને નજર ન લાગે.

READ  ભાજપે ગુજરાતની 26 લોકસભા સીટો માટે દાવેદારોની પેનલ તૈયાર કરી, જાણો કોણ થશે રિપીટ અને કોનું પત્તું કપાવાની છે સંભાવના વધારે?

શું હોય છે પેન્ડુલમ-કઇ રીતે કરે છે કામ?

સમાન્ય રીતે ફીઝિક્સ અને ગણીતના નિયમ મુજબ લોલક ઘડીયાલએ એક પ્રકારનુ પેન્ડુલમ છે. વાસ્તુશાસ્ત્રી રાજુ ભાઇ બારોટનું માનીએ તો પેન્ડુલમ દિશા અને ઘરના કાટખુણામાં કઇ જગ્યાએ પોઝિટીવ એનર્જી આવે છે અને કઇ જગ્યાએ નેગેટીવ એનર્જી આવે છે તેનાથી નક્કી થાય છે. જે જગ્યાએ પેન્ડુલમ સ્થિર રહે ત્યાં નેગેટીવ એનર્જી હોય અને જે જગ્યાએ પેન્ડુલમ વધુ હલન ચલન કરે ત્યાં વધુ વિચારો આવે, આઇડીયા નવા આવે જેથી બેઠક વ્યવસ્થા તેવી જ જગ્યા રાખવાની સલાહ આપવામા આવે છે.

જયંત પટેલ, NCP

હું ઇલેક્શન નહીં લડુ

શંકરસિંહ વાધેલાએ આરોપ લગાવ્યો છે કે સરકાર નાણા ખર્ચીને પ્રચાર કરી રહી છે.  પુલવામાં હુમલો થયો જવાનો શહીદ થયા પણ સરકારને શરમ નથી તે ઉજવણીમા લાગેલી છે. 2019માં એનડીએનું શાસન નહીં હોય, ગુજરાતમા પણ 26 સીટો નહી હોય ભાજપને 150થી 160 સીટ જ મળશે. હું ભાજપના વિરોધમાં દેશભરમાં જ્યાં એનસીપી કહેશે ત્યા પ્રચાર કરીશ.  વધુમાં તેઓએ કહ્યું કે ગુજરાતમાં કેટલી સીટ ઉપર લડીશું તે પાર્લામેન્ટરી બોર્ડ નકકી કરશે પણ હું ઇલેક્શન નહીં લડુ અને પણ અમારા ઉમેદવારો જીતે તેના માટે પ્રયાસો કરીશ.  ભાજપને હરાવવા તમામ પક્ષો ભલે અલગ અલગ હોય પણ તેઓ એક છે.  તેઓએ ટિપ્પણી પણ કરી કે હાલની સરકારે દેશના લોકોને ચોકીદાર જ બનાવવો હોય તો નાગરિકો આવી સરકારને કેમ ચૂંટે છે.

શંકર સિહ વાધેલા અને એનસીપીના પ્રદેશ પ્રમુખ વચ્ચે છે ગજગ્રાહ !

શંકરસિંહ વાઘેલાના એનસીપીમાં જોડાયા પછી લાગ્યું હતું કે એનસીપી ગુજરાતમાં મજબુત થશે પણ એવુ કંઈ થાય તેમ દેખાઇ રહ્યુ નથી.  એનસીપી ગુજરાતમાં ઇલેક્શન કેટલી સીટો ઉપર લડશે તેને લઇને અત્યાર સુધી કોઇ ચિત્ર સ્ષષ્ટ થયું નથી. શંકરસિંહ વાઘેલા ભલે ભાજપ સામે લડવાની વાત કરી રહ્યાં હોય પણ જે રીતે એનસીપીના ઓફીસ માટે ધાર્મિક વિધિના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જયંત પટેલની ગેરહાજરી રહી તેનાથી એક વાત સાબિત થાય છે કે એનસીપીમાં જ હવે આંતરિક લડાઈ શરુ થઇ ગઇ છે. જેના કારણે બાપુ પોતાની ઇચ્છા મુજબ સીટો ઉપર ઇલેક્શન લડાવા માગે છે જ્યારે જંયત પટેલ અલગ રીતે કામગીરી રહ્યા છે.  આ આંતરિક લડાઈમાં એનસીપીના કાર્યકર્તાઓ અત્યારથી જ અવઢવમાં મુકાયા છે કે જે સંધમાં અત્યારથી કડાપા શરુ થઇ ગયા તે કાશીએ કઇ રીતે પહોચશે તેને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે.

READ  અમદાવાદ, રાજકોટ, સુરતના વિસ્તારોમાંથી દુર થયો કર્ફ્યુ, ક્વોરન્ટાઈનનો અમલ કરવો પડશે
Oops, something went wrong.
FB Comments