કસ્તૂરીના ભાવનો કચવાટ: કમોસમી વરસાદ ડુંગળીના પાક પર ભારે પડ્યો, ડુંગળીના ભાવ આવશે અંકુશમાં ?

Gujarat: Onion prices rise after crop damage due to unseasonal rains

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદની અસર સમગ્ર ગુજરાતના ડુંગળીના પાક પર થઈ છે. ડુંગળીનો પાક નાશ પામતા હવે તેની અસર બજારમાં જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદને કારણે ડુંગળીનું ઉત્પાદન ઓછું થયું છે જેથી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: ભરૂચઃ શાળાના આચાર્યને ગામના લોકોએ વાજતેગાજતે આપી ભવ્ય વિદાય, જુઓ VIDEO

20 કિલો ડુંગળીના ભાવ 900થી 1300 રૂપિયા પહોંચ્યા છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે આ વખતે ડુંગળીનું જે ઉત્પાદન આવે તેના કરતાં ઓછું આવ્યું છે. તો આ તરફ વેપારીઓનું કહેવું છે કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ડુંગળી થાય છે, પરંતુ માવઠાએ ખેડૂતોનું ગણિત બગાડી દીધું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોંગ્રેસે વધુ 4 બેઠક પર ઉમેદવારોના નામ કર્યા જાહેર

જો કે એક આશા એવી પણ સેવાઇ રહી છે કે ધીમે ધીમે આવક વધતા ભાવ નિયંત્રણમાં આવી શકે છે. રિટેઇલ બજારમાં ડુંગળીનો ભાવ કિલોના 55થી 70 રૂપિયા બોલાઇ રહ્યો છે. યાર્ડમાં ભાવ વધારો હોવાથી બજારમાં પણ ડુંગળી મોંઘી મળી રહી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટે AMCએ કમર કસી, શરૂ કર્યુ આ અભિયાન, જુઓ VIDEO

 

FB Comments