લોકડાઉનમાં સ્કુલોને વિજળી, મેઈન્ટેનન્સ, ટ્રાન્સપોર્ટ ખર્ચમાં થયેલી બચત ફિમાં મજરે આપો, ફિ માફીની રજૂઆત કરનારા વાલીઓની પોલીસે કરી અટકાયત

Parents' Association stages protest, demand to waive off fees of one term

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા અમલમાં મૂકેલા લોકડાઉનના સમયગાળામાં, સ્કુલોને ઈલેક્ટ્રીક બીલ, ટ્રાન્સપોર્ટ અને મેઈન્ટેનન્સ ખર્ચમાં બચત થઈ છે, આ બચત ફિમાં મજરે આપવાની માંગ વાલીઓએ કરી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની વિવિધ શાળાઓના સંચાલકોને વાલી એકતા મંચના નેજા હેઠળ વાલીઓએ સાયકલ ઉપર જઈને લોકડાઉન સમયગાળાની ફિ ઘટાડવાની રજૂઆત કરી હતી. વાલીઓનું કહેવુ છે કે, લોકડાઉનના સમયગાળામાં શાળાઓને શિક્ષકો અને કલાર્ક સહીતના કર્મચારીગણના પગાર સિવાય અન્ય કોઈ ખર્ચ થયા નથી આથી માત્ર પગારખર્ચ જેટલી જ ફિ વાલીઓ પાસેથી વસૂલવી જોઈએ. જો કે શાળા સંચાલકોને રજૂઆત કરવા આવેલા વાલીઓની પોલીસે અટકાયત કરી હતી. જુઓ વિડીયો.

READ  ગુજરાતની APMCમાં ઘઉં, બાજરા અને જુવાર સહિત અન્ય પાકોના ભાવ શું રહ્યા
FB Comments