31 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યા સુધી જ પાર્ટી કરી શકાશે, સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે

Gujarat: Partying only till 10 PM on New Year's Eve: Police issues notification

31 ડિસેમ્બરને લઈ સક્રિય થયેલી પોલીસે ટ્રાફિક વ્યવસ્થાને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પાર્ટીના આયોજકોને કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. અત્યારસુધી પાર્ટીપ્લોટમાં પાર્ટીના આયોજનની 31 અરજીઓ આવી છે. જેની ચકાસણી કર્યા બાદ કોને કોને મંજૂરી આપવી તે નક્કી કરાશે. પોલીસના જાહેરનામા પ્રમાણે 31 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યા સુધી જ પાર્ટી કરી શકાશે.

READ  ગુજરાતવાસીઓ માટે આવ્યા સારા સમાચાર! આગામી 2-3 દિવસમાં ચોમાસું લેશે વિદાય

આ પણ  વાંચોઃ મોંઘવારીથી ત્રસ્ત પૂર્વ ધારાસભ્યોએ પેન્શન મામલે સરકારને આપ્યું અલ્ટિમેટમ

જો સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ થશે તો પાર્ટીના આયોજક સામે કાયદેસરની કાર્યવાહી થશે. DJ પાર્ટી અને ખુલ્લામાં લાઉડ સ્પીકર માટે કાયદા પ્રમાણે જ અવાજ રાખવો પડશે. એટલું જ નહીં પાર્ટીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે. પાર્ટી સ્થળ અને કલબમાં યોગ્ય પાર્કિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી પડશે. મહિલાઓની સુરક્ષા અલગથી રાખવી પડશે. ક્ષમતા કરતા વધારે લોકોને અંદર ભેગા નહીં કરી શકાય.

READ  30 ઓક્ટોબરે રજા, 9 નવેમ્બરે સરકારી કચેરીઓ ચાલુ રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કોઈએ નશીલા પદાર્થનું સેવન કરેલું હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાર્ટીમાં આવેલા તમામ લોકોના આઈડી પ્રુફ એક મહિના સુધી રાખવા પડશે. અને એન્ટ્રી અને એક્ઝિટથી લઈને તમામ સ્થળે HD CCTV લગાવવા પડશે. પાર્ટી દરમિયાન કોઈપણ શંકાસ્પદ ચીજવસ્તુ અથવા વ્યક્તિ જણાય તો તુરંત પોલીસ કંટ્રોલને જાણ કરવાની સૂચના અપાઈ છે. આ રીતે પોલીસે તકેદારીના તમામ પગલાં લીધા હોવાનો દાવો કર્યો છે. જોકે કેટલા પાર્ટીપ્લોટને મંજૂરી મળશે તે હજુ નક્કી નથી થયું.

READ  ભાજપની આ કાર્યકરે મમતા બેનર્જીનો મોર્ફ કરેલો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો અને જેલ થઈ ગઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments