પથ્થરમારા વચ્ચે હિંમત દાખવનારા પોલીસકર્મીઓ બન્યા સોશિયલ મીડિયામાં હીરો

Gujarat People thanked the Ahmedabad Policemen on social Media Platforms after Shah Alam Violent Protest
અમદાવાદનો શાહ આલમ વિસ્તારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બાજુ પોલીસના જવાનોએ હિમ્મત દાખવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. અમદાવાદ પોલીસના જવાનોએ હિંમતભેર અસામાજિક તત્વોનો મુકાબલો કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વોની સામે બાથ ભીડી હતી અને પોતાના જીવની પરવા ફરજ દરમિયાન કરી ન હતી. આવા પોલીસકર્મીઓને સોશિયલ મીડિયામાં લોકો બિરદાવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સોશિયલ મીડિયાની તસવીરોમાં સન્માનીય શબ્દો લખીને પોલીસનું મોરલ વધારવાનો પ્રયાસ કરાયો છે. જેમાં ખાખી લવ યુ , ખાખીની ખુમારી , રાણો રાણાની રીતે જેવા શબ્દનો અધિકારીઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે સામાન્ય નાગરિક પણ આઈ સપોર્ટ ગુજરાત પોલીસ લખી પોસ્ટ કરી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોરોનાને લઈને માસ્ક થકી ઝાયડસ કેડીલાના ડેપ્યુટી મેનેજર સાથે લાખો રૂપિયાની ઠગાઈ

ઘટના સમયે એક બાજુ હજારોનું ટોળું તોફાન કરી રહ્યું હતું તો બીજી બાજુ પોલીસ પર પણ પથ્થરો વરસી રહ્યાં હતા. જેમાં ACP  રાજપાલ સિંહ રાણા, ડી.સી.પી બિપિન આહિરે અને પી.આઇ.જે.એમ સોલંકી પર પથ્થરમારો ચાલુ હતો પરંતુ ત્રણે અધિકારીઓ ઘટના સ્થળ છોડ્યું ન હતું. પરિસ્થિતિ કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. હાલ તમામ પોલીસકર્મી ફોટો સોશિયલ મીડિયામાં મૂકી પોલીસનું મોરલ વધારવામાં આવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સુરત: વહેલી સવારે LPG સિલિન્ડર ભરેલી ટ્રકમાં લાગી ભીષણ આગ, ઓલપાડ-સુરત સ્ટેટ હાઈવે કરાયો બંધ

ઉલ્લેખનીય છે કે શાહ આલમની ઘટનામાં થયેલ રાયોટિંગ દરમિયાન ડીસીપી, એસીપી, પીઆઇ, કોન્સ્ટેબલ સહિત 17થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અધિકારીઓને સન્માન આપવા પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ઈજાગ્રસ્ત અધિકારીઓના ફોટો વિડીયો સોશ્યલ મીડિયામાં મૂકી રહ્યા છે.  બીજી બાજુ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના નોંધી 5 હજારના ટોળા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો જેમાં 49 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના કાઉન્સીલર શહેજાદ ખાન પઠાણ ઉર્ફે સની બાબાની ધરપકડ કરી છે.
Oops, something went wrong.
FB Comments