લોકરક્ષક ભરતી પરિક્ષા માટે આજથી શારીરીક પરીક્ષાની શરુઆત, IG લેવલના અધિકારીઓ રાખી રહ્યાં છે પ્રક્રિયા પર સીધી નજર

લેખિત પરીક્ષા આપ્યા બાદ લોક રક્ષકદળના પરિક્ષાર્થી જે શારીરિક પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા તે પરીક્ષા આજથી શરૂ થઈ ચૂકી છે.

ભરતી બોર્ડ દ્વારા ગુજરાતમાં 76 હજાર ઉમેદવાર માટે 7 અલગ અલગ સ્થળ પર પરીક્ષા કેન્દ્રનું આયોજન કરાયું છે. જેમાં શહેરના સૈજપુર બોઘા પાસે આવેલ એસ.આર.પી ગ્રાઉન્ડનો પણ સમાવેશ થાય છે. પરીક્ષા આપવા માત્ર પરિક્ષાર્થીઓ એક દિવસ પહેલા શહેરમાં પહોંચ્યા તો કેટલાક મોડી રાતે તો કેટલાક વહેલી સવારે પરીક્ષા આપવા પહોંચ્યા હતાં અને પરીક્ષા આપી હતી. સૈજપુર બોઘાના એસ.આર.પી ગ્રાઉન્ડમાં યોજાયેલ શારીરિક પરીક્ષામાં પહેલા દિવસે 750 જેટલા ઉમેદવાર પરીક્ષા આપવા માટે નક્કી કર્યા. જે બાદ બીજા દિવસે 1200 અને બાદમાં 8 તારીખ સુધી ચાલનારી લોકરક્ષક દળની આ શારીરિક પરીક્ષામાં દરરોજ 1500 ઉમેદવાર પરીક્ષા આપવા માટે નક્કી કરાયા છે.

 

READ  મિત્રો સાથે ગરબા રમવા જાઓ તે પહેલા રાખજો આ બાબતનું ધ્યાન

ઉલ્લેખનીય છે કે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા વખતે પેપર લીક થયું હતું. જેને જોતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા હતા. શારીરિક પરીક્ષા વખતે આ જ બાબતને ભરતી બોર્ડ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં છોકરાઓ માટે 25 મિનિટની 5 કિમીની દોડમાં અને છોકરીઓ માટે 1600 મીટરની દોડમાં પરિક્ષાર્થીઓના પગમાં ચિપ ફિટ કરવામાં આવી. જેથી કરીને કોઈ માનવક્ષતિ વિના કોમ્પ્યુટરાઈઝ પ્રક્રિયા થાય. વધુમાં ઊંચાઈ, વજન અને અન્ય શારીરિક તપાસ કે જે જરૂરી છે તે કરવામાં આવી છે. જેના પર IG લેવલના અધિકારી સીધી નજર માટે રાખવામાં આવ્યા. જેથી કરીને ભરતી પરિક્ષા વધુ પારદર્શક બનાવી શકાય.

READ  જો તમને સવારે ઉઠીને બ્રશ કર્યાં વગર પાણી પીવાની ટેવ છે તો...

[yop_poll id=1828]

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192