VIDEO: અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે પડ્યો વરસાદ, ભારે પવન ફૂંકાતા શહેરમાં 50 ઝાડ પડ્યા અને 5 લોકો થયા ઈજાગ્રસ્ત

અમદાવાદ શહેરમાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગત મોડી રાત્રે શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. 30 થી 40 કિમીની ઝડપે શહેરમાં પવન ફૂંકાયો હતો અને વરસાદ વરસ્યો હતો. જેને લઈને શહેરમાં 50 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા.

આ પણ વાંચો: VIDEO: સાબર ડેરીના નવા ચેરમેન તરીકે શામળ પટેલ બિનહરીફ ચૂંટાયા

શહેરના મધ્ય અને દક્ષિણ ઝોનમાં 5-5 વૃક્ષો ધરાશાયી થયા હતા. તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 7 વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં 9 તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં 13 વૃક્ષ ધરાશાયી થયા હતા. આ સાથે જ ઉત્તર અને પૂર્વ ઝોનમાં 1-1 વૃક્ષ ધરાશાયી થયા હતા. મહત્વનું છે કે ભારે પવન સાથે વરસાદ પડતા 5 લોકો પણ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  On 2nd day, Maharashtra farmers stage protest by serving milk to children - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments