પાસપોર્ટ કઢાવનારા લોકો માટે ખુશખબરી, પાસપોર્ટ માટેના નિયમો સરળ કરવામાં આવ્યા, જુઓ VIDEO

પાસપોર્ટ માટેના નિયમો હળવા કરવામાં આવ્યા છે. રાજ્યના પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસરે આ જાણકારી આપી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે પાસપોર્ટ અધિકારી સાથે એક બેઠક યોજી હતી. જેમાં પાસપોર્ટને લગતી કેટલીક વિસંગતતામાં સુધાર કરવા મુદ્દે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે પાસપોર્ટમાં જન્મતારીખ બદલવા માટે પહેલા મર્યાદિત દસ્તાવેજો જ માન્ય ગણાતા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Rajkot : Rs.13cr Karur Vysya bank scam : Bank Vice Manager arrested - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે હવે આ કામગીરી માટે આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ માન્ય રખાશે તો આ સિવાય સરળતાથી અને ઝડપી પાસપોર્ટ મળે તે માટે પોલીસ વેરિફિકેશનની સિસ્ટમમાં પણ સુધારો કરવામાં આવશે અને માત્ર 10 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરાશે. રાજ્યમાં પાસપોર્ટ વિભાગ દ્વારા 19 સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ પાસપોર્ટ અધિકારીએ આપી છે.

READ  રાજ્યમાંથી કુપોષણ આ પ્રકારે દૂર થશે? બાળકોને છેલ્લા કેટલાક દિવસોથી મળે છે સડેલું ભોજન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments