ગુજરાત સરકારે વિધાનસભામાં 84 કરોડ રૂપિયાના નકલી બિલ પાસ કર્યા હોવાનું સ્વીકાર્યુ

ગુજરાત સરકારે વિધાનસભામાં સ્વીકાર્યુ કે પાઈપલાઈનના કામ માટે 83.63 કરોડ રૂપિયાના નકલી બિલ સરકારે પાસ કરી દીધા હતા. આ મામલે સરકારે કડક કાર્યવાહી કરી અને નકલી બિલો પર ચૂકવણી કરવામાં આવેલા મુખ્ય ભાગને પણ પરત મેળવી લીધા છે.

બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલના પ્રશ્નના જવાબ આપતા સરકારે સ્વીકાર્યુ કે પાઈપલાઈન કાર્યમાં અનિયમિતતાઓની જાણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રૂપિયા 83.63 કરોડ રૂપિયાની ચોરી પકડાઈ છે, ફોરેન્સિક ઓડિટ પૂર્ણ થયા પછી આ કુલ રકમની જાણવા મળી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરતમાં નકલી નોટ ઝડપાઈ: રાધારમણ સ્વામી વડતાલ મંદિરના ચેરમેનના નજીકના હોવાની ચર્ચા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સરકારે જણાવ્યું કે છેતરપિંડી માટે જવાબદાર કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટેડ છે અને રૂપિયા 80.92 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. બાકીના પૈસા પાછા મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે નર્મદા નિગમ દ્વારા 10 એજન્સીઓ અને 3 પાઈપ સપ્લાયર્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે અને 19 અધિકારીઓને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

READ  પેટાચૂંટણી 2019ઃ લુણાવાડા બેઠક પર જીત મેળવવી સરળ નથી...જાણો શું છે આ બેઠકના રાજકીય પાસા

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments