VIDEO: જંગલમાં સફારી જીપ નજીક આવ્યો સિંહ અને ઉડી ગયા પ્રવાસીઓના હોંશ

Gujarat: Scary moment as lion comes close to tourist vehicle in Gir, video goes viral | TV9News
તસવીર પ્રતીકાત્મક છે.

તમે જંગલમાં સફારીની મજા માણી રહ્યા હોય અને અચાનક જ તમારી સફારી કાર પાસે ડાલામથ્થો એટલે કે સિંહ આવી ચઢે તો શું કરો ? સ્વાભાવિક છે કે થોડીવાર માટે શ્વાસ અધ્ધર થઈ જાય. સાસણગીરના જંગલનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પ્રવાસીઓ જે જીપ્સીમાં સવાર હતા તે ગાડીથી સિંહ માત્ર બે ફૂટ જ દૂર હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અભિજીત બેનર્જીએ ભારતીય પોશાકમાં સ્વીકાર્યું નોબેલ પ્રાઈઝ, જુઓ તસવીરો

આ પણ વાંચો :    FASTag લગાવવાને લઈને સરકારે વાહનચાલકોને આપી રાહત, નોંધી લો નવી તારીખ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સાસણ ગીરના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત આવો વીડિયો જોવા મળ્યો હશે!  નરકેસરી ગાડીની નજીક આવી જતા પ્રવાસીઓના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા હતા. જીપ્સી પાસે આવી ગયેલો સિંહ જાણે પાલતું પ્રાણી હોય તેવું ભાસતું હતું. આમ તો સાસણના સાવજો માનવી પર હુમલો કરતા નથી પરંતુ આ રીતે સાવ નજીક આવી જાય તો સ્વાભાવિક છે કે કોઈને પણ કંપારી છૂટી જાય. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

READ  VIDEO: ઝારખંડમાં ભાજપની હાર, શીવસેના નેતા સંજય રાઉતે કર્યાં આકરા પ્રહાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments