ભારતનું ગૌરવ INS વિરાટ ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ઓગસ્ટના અંત સુધીમાં ભંગાવવા માટે પહોંચશે

Gujarat ship breaking firm wins INS Viraat in e auction Bhavnagar

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે ઓગસ્ટના અંત સુધીમાં પહોંચશે. શ્રીરામ ગ્રીન શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝે જહાજ ખરીદ્યું છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9માં જહાજ તોડવામાં આવશે. ભારતીય નેવીમાં 1987માં સામેલ કરવામાં આવેલુ જહાજ 30 વર્ષ સુધી સેનામાં કાર્યરત રહ્યું. આ જહાજે 23 જુલાઈ 2016ના રોજ અંતિમ સફર ખેડી હતી. ભારત સરકારે અગાઉ મુંબઈના મધદરિયે મ્યુઝિયમ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને અંતે પડતો મૂકાયો અને ઑનલાઈન અરજી થકી ભાંગવા માટે વેચવાનું નક્કી કરાયું. જેમાં બીજા પ્રયત્નમાં જહાજના વેચાણમાં સફળતા હાથ લાગી છે.

READ  સુરતમાં ગોવિંદ મંડળોએ મટકી ફોડના કાર્યક્રમોથી મચાવી ધૂમ, જુઓ VIDEO

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરની પોલીસે કરી ધરપકડ, જાતિય સતામણી અને માનસીક ત્રાસ આપવા બદલ વિદ્યાર્થિનીએ નોંધાવી હતી ફરિયાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments