ગુજરાત સરકારે લીધો એવો મહત્વનો નિર્ણય કે હજારો પટાવાળાઓનું ખુલી જશે કિસ્મત, પટાવાળા તરીકે જ નહીં થાય નિવૃત્ત

ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે કે જેનાથી રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાંટેડ શાળાઓના પટાવાળાઓની કિસ્મત ખુલી જશે.

મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે સરકારી અને ગ્રાંટેડ શાળાઓમાં વર્ષોથી ફરજ બજાવતા વર્ગ 4ના પટાવાળાઓને જૂનિયર ક્લર્ક તરીકે બઢતી આપવાનો નિર્ણય કર્યો છે.

શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓને આ અંગેનો પરિપત્ર મોકલી દીધો છે. સરકારના નિર્ણય મુજબ સ્કૂલના સીનિયર પટાવાળાઓના નામ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) રાજ્યના શિક્ષણ વિભાગને મોકલશે. થોડાક સમયમાં જ શિક્ષણ વિભાગ પટાવાળાને ક્લર્ક તરીકે બઢતી આપવાની યોગ્યતા નક્કી કરશે.

READ  સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: CBI કોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં, કહ્યું કાવતરું કે હત્યા સાબિત કરવા પુરાવા અપૂરતા

અત્યાર સુધીની નીતિ એવી હતી કે વર્ગ 4ના કર્મચારી તરીકે ફરજ બજાવતા પટાવાળો પટાવાળા તરીકે જ નિવૃત્ત થતો હતો, પરંતુ સરકારના આ નિર્ણયથી હવે પટાવાળાને પણ બાબુ બનવાની તક મળશે.

[yop_poll id=1401]

Dahej-Ghogha Ro-Ro service to remain shut from tomorrow | Tv9GujaratiNews

FB Comments