સુરતમાં વધુ એક ક્રાઈમ, રૂપિયાની લેવદેવડમાં ભાણાએ જ મામાની કરી નાખી હત્યા

સરથાણા સીમાડા જકાતાનાકા પાસે કિરીટ મનજી વિરડીયા નામના યુવકની હત્યા કરાયેલી બોડી ચાર દિવસ પહેલાં મળી આવી હોવાની જાણ સરથાણા પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ ચાલુ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં સુરતના જિલ્લામાં આવેલ શિવકૃપા સોસાયટી વેલંજા રહેતા યુવકનો મૃતદેહ હતો.

છેલ્લા કેટલાક મહિનાથી અમદાવાદથી સુરત આવીને રહેતા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં યુવકના શરીર પર અસંખ્ય તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરાયેલી હત્યાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતમાં છેલ્લા 20 25 દિવસથી કોઈની પનોતી લાગી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હત્યા પર હત્યા અને બીજા ગુનાઓ પણ સતત વધી રહ્યા છે. શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસમાં છઠ્ઠી હત્યાના બનાવ સામે આવ્યો હતો પણ બીજી બાજુ હત્યાના ભેદ પણ ઉકેલવા લાગ્યા છે સાથો સાથ પોલીસની કામગીરી પર સવાલો ઉભા કાર્ય છે.

આ બનાવના પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવકની હત્યા સટ્ટા બેટિંગમાં થઈ હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે આ યુવક સટ્ટાના વ્યવસાય સાથે સંકળાયેલ હતો.તે દિશામાં પોલીસે તપાસ કરતા સરથાણા પોલીસે ગણતરીના દિવસોમાં હત્યા કરનાર એક આરોપીની ધરપકડ કરી લીધી.

[yop_poll id=1577]

"Exit Polls are just to discourage you": Priyanka Gandhi to Congress workers- Tv9

FB Comments

Baldev Suthar

Read Previous

પુલવામા અટેકની અસર વર્લ્ડ કપમાં રમાનારી ભારત પાકિસ્તાનની મેચ પર પણ પડી શકે છે !

Read Next

આખરે ચૂંટણી પહેલાં ભાજપે પોતાના સૌથી જૂના સાથીદારને મનાવી લીધું, ભાજપ અને શિવસેના ‘હમ સાથ સાથ હૈ’

WhatsApp chat