VIDEO: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સમગ્ર રાજ્યમાં ઠંડીની લહેર, તાપમાન હજી નીચું જવાની શકયતા

રાજયમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ઠંડીનો વધારો નોંધાયો છે. આ સાથે જ ઉત્તર ભારતમાં સતત થતી હિમવર્ષાને કારણે રાજ્ભરમાં ઠંડી વધી ગઈ છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે. નલિયાનું લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદનું લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી નોંધાયું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજયમાં ઠંડીમાં વધારો નોંધાયો છે..સાથે ઉત્તરીય પવનોને કારણે રાજયમાં દિવસભર ઠંડી વર્તાઈ રહી છે. તો નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે અને અમદાવાદ, ગાંધીનગરનાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.હવામાન ખાતાએ પણ ઠંડીની આગાહી કરતા લઘુતમ તાપમાન 11 ડિગ્રી રહેવાની આગાહી કરી છે.

READ  સુરતમાં વૃક્ષ ધરાશાયી થતાં બાઇક ચાલકનું મોત, જુઓ VIDEO

આ પણ વાંચો : પાંચ રાજ્યોમાં હાર બાદ મોદી સરકાર હવે લગાવશે ખેડૂતોના દિલ જીતવા માટે માસ્ટર સ્ટ્રોક

આગામી દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, ઠંડા પવનોની અસરોથી અમદાવાદમાં એક જ દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. લઘુતમ તાપમાનમાં 5.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો. જેને કારણે શહેરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

READ  Shankersinh Vaghela took wrong decision, Ashok Gehlot reacts on Vaghela's resign - Tv9

કાશ્મીરમાં હિમવર્ષાના પગલે કાતિલ ઠંડીનો દોર શરૃ થઈ ગયો છે. આ ઉપરાંત ડીસામાં પણ 12.4 ડિગ્રી, વલસાડમાં 12.6 ડિગ્રી, અમરેલીમાં 13.1 ડિગ્રી, રાજકોટમાં 13.3 ડિગ્રી, નલિયામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નવસારીમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

દક્ષિણ ગુજરાતમાં વિતેલા બે દિવસથી પ્રવર્તી રહેલી ઠંડીની સ્થિતિમાં ગુરુવાર રાત્રિ દરમિયાન વધારો નોંધાયો હતો અને સમગ્ર પંથકમાં પારો સીધો ત્રણ ડિગ્રી નીચે ઊતરી જતાં કોલ્ડ વેવની સ્થિતિ છવાઈ હતી. નવસારીમાં ગત રાત્રે પણ તાપમાન 11.0 ડિગ્રી રહેવાની સાથે રાજ્યભરમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યારે સુરતમાં આજે દિવસનો પારો પણ 30.0 ડિગ્રીની નીચે ઊતરી જતાં દિવસ દરમિયાન પણ ઠંડા પવનનો કેર રહ્યો હતો.

READ  ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે પાણીને લઈને વિવાદ, નર્મદાનું પાણી બંધ કરવાની આપી ચીમકી

[yop_poll id=”231″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments