ગુજરાતના મંદિરોમાં ‘ભગવાન’ પણ સુરક્ષિત રહ્યાં નથી, સરકારે આપ્યો વિધાનસભામાં જવાબ

ગુજરાતમાં બીજા કોઈ સુરક્ષિત હોય કે નહીં પણ મંદિરો તો સુરક્ષિત છે જ નહીં.  સરકારે વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નમાં જે જવાબ આપ્યો તેના પરથી તારણ મેળવી શકાય છે કે ગુજરાતના મંદિરો તો સુરક્ષિત છે જ નહીં. 

અયોધ્યમાં રામ મંદિર બનાવવાના બણંગા પોકારતી ભાજપ સરકાર ઘર આગંણે જ મંદિરોમાં ચોરી અને લુટની ઘટનાઓ અટકાવવામાં નિષ્ફળ નિવડી રહી છે, એ વાત ગુજરાત વિધાનસભામાં જે આંકડાઓ અપાયા તેના ઉપરથી સાબિત થાય છે.  ગુજરાત વિધાનસભાનું ટુંકુ સત્ર પુર્ણ થઇ ગયુ છે ત્યારે આ સત્ર દરમિયાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સવાલ કર્યો હતો કે રાજ્યમાં કેટલા મંદિરોમાં ચોરી થઇ હતી ? લૂંટ કે તસ્કરીના કેટલા કેસો નોધાય છે? ત્યારે સરકારે જે આંકડાઓ આપ્યા તે મુજબ છેલ્લાં 4 વર્ષમાં 614 મંદીરમાં ચોરી, 25 મંદિરોમાં લૂંટ થઇ છે.  આ બધી ઘટનાઓમાં સવા ત્રણ કરોડની સંપતિની ચોરાઇ અને લૂંટાઇ ગઇ છે જેમાં 65 લાખ રોકડા,  જ્યારે 2,65 કરોડના દાગીનાનો સમાવેશ થાય છે.

જે આંકડાઓ વિધાનસભામાં અપાયા તે મુજબ:- 

વર્ષ                  ચોરીની સંખ્યા          લૂંટની સંખ્યા

2013-14      –          160                7
2014-15      –          147                 5
2015-16      –          99                   7
2016-17      –          107                 2
2017-18      –          101                 3

સરકારે જવાબમા એમ પણ જણાવ્યુ છે કે આ ઘટનાઓ પ્રતિ પોલીસ ગંભીર છે, જેના કારણે 511 આરોપીઓની આ કેસમાં ધરપકડ થઇ છે.  સાથે આવી ઘટનાઓ રોકવા માટે મંદિરોની આજુબાજુ પોલીસની પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.  આવા કેસોમાં લિપ્ત હિસ્ટ્રીસીટર્સ પણ નજર રખાઇ રહી છે. આમ સરકારે પોતાના બચાવ માટે તમામ દાવાઓ તો રજુ કર્યા છે પણ જે રીતે દર વરસે લૂંટારુઓ અને તસ્કરો મંદિરને નિશાન બનાવી રહ્યા છે તે જરુરથી ચિંતાજનક બાબત છે.

[yop_poll id=1755]

FB Comments

Anil Kumar

Read Previous

પ્રિયંકા ગાંધી બાદ રોબર્ટ વાડ્રાએ પણ રાજનીતિમાં આવવાની કરી તૈયારી, પરંતુ વાડ્રાને નડી રહી છે આ સમસ્યા

Read Next

વડાપ્રધાને મોદીએ ખેડૂતોને આપ્યું સૌથી મોટુ ‘સન્માન’, 1 કરોડ 1 લાખ ખેડૂતોના ખાતામાં આવ્યા 2 હજાર રુપિયા

WhatsApp chat