‘વાયુ’ વાવાઝોડાએ વળાંક લોધો અને રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં વરસાદની શરૂઆત

રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાના પગલે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના 28 જિલ્લાના 108 તાલુકામાં હળવા ઝાપટાંથી લઈ અડધાથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના 37 તાલુકામાં 12 મીલી મીટર એટલે કે અડધા ઇંચથી લઇ 45 મીલી મીટર વરસાદ વરસ્યો છે. ક્યાં કેટલો વરસાદ પડ્યો છે.

આ પણ વાંચોઃ VIDEO: ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ ઓછું થયું છે પણ નુકસાન કેટલું!, પોરબંદર અને દ્વારકામાં ભારે અસર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  'વાયુ' વાવાઝોડાના સંકટ સામે ગાંધીનગર કંટ્રોલ રૂમમાંથી CM રૂપાણીએ કલેક્ટરોને આ 5 આદેશ કર્યા

 

અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 45 મી.મી, સરસ્વતી તથા હારિજમાં 16 મી.મી, પાટણમાં 18 મી.મી, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 33 મી.મી., પાલનપુરમાં 17 મી.મી., દિયોદરમાં 14 મી.મી., દાંતા અને ડિસામાં 12-12 મી.મી., સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 43 મી.મી., હિંમતનગરમાં 34 મી.મી., ઇડરમાં 22 મી.મી., ખેડબ્રહ્મામાં 21 મી.મી., તલોદમાં 21 મી.મી., વડાલીમાં 18 મી.મી. અને મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 38 મી.મી., વિસનગરમાં 36 મી.મી., વડનગરમાં 21 મી.મી., મહેસાણામાં 22 મી.મી. અને ઉંઝામાં 11 મી.મી., અરવલ્લી જિલ્લાના બાયડમાં ૩૩ મી.મી., ગાંધીનગર જિલ્લાના માણસામાં 33 મી.મી. અને કલોલમાં 24 મી.મી. વરસાદ નોંધાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરામાં વરસાદે રેેકોર્ડ તોડ્યો, 10 ઈંચ ખાબકતા વાહનો ડૂબ્યાં, રસ્તાઓ પાણી-પાણી

બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો લખપતમાં 16 મી.મી., દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 25 મી.મી., જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 12 મી.મી., ભાવનગર જિલ્લાના જેસરમાં 20 મી.મી., અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 25 મી.મી., ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 14 મી.મી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં 12 મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 11 મી.મી. તથા જામનગર તાલુકામાં 26 મી.મી. વરસાદ નોંધાયો છે.

READ  Mahisagar : Four men posing as fake DG officers arrested - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments