LIVE VIDEO : ગુજરાત યુનિવર્સિટી કર્મચારીઓની દાદાગીરી, પત્રકારો સાથે ઝપાઝપી કરી

ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયૂઆઈના વિરોધ પ્રદર્શન દ્વારા કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મચારીઓ સાથે યુનિવર્સિટીના કર્મચારીઓ ગેરવર્તણૂક કરી. યુનિવર્સિટીના કર્મચારીઓએ ટીવી9 સહિતના મીડિયા કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી અને કવરેજ કરતા રોકવાનો પ્રયત્ન કર્યો.

શિક્ષણના ધામ એવા ગુજરાત યુનિવર્સિટીમાં આ પ્રકારની ખુલ્લમખુલ્લી દાદાગીરીના બનાવનો શિક્ષણ જગતમાં ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે. હકીકતમાં યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા થોડાક દિવસ પહેલા એબીવીપીના અધિવેશનમાં હાજરી આપવા ગયા હતાં. એનએસયૂઆઈએ આ વાતનો વિરોધ નોંધાવ્યો હતો અને કુલપતિને 24 કલાકમાં સ્પષ્ટતા કરવાની મહેતલ આપી હતી. એનએસયૂઆઈએ આરોપ લગાવ્યો હતો કે હિમાંશુ પડ્યા ભાજપ, સંઘના દલાલ છે.

READ  JNUમાં હિંસા બાદ અમદાવાદમાં પણ ઘર્ષણ, નિખીલ સવાણી ગંભીર રીતે ઘાયલ

દરમિયાન 24 કલાકની મુદ્દત પૂરી થતા આજે એનએસયૂઆઈના કાર્યકરો કુલપતિ હિમાંશુ પંડ્યાનો ખુલાસો માંગવા યુનિવર્સિટી પહોંચ્યા હતાં. આ ઘટનાને કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મચારીઓ સાથે યુનિવર્સિટીના કર્મચારીઓએ ઝપાઝપી કરી હતી અને મીડિયા કર્મચારીઓને કવરેજ કરતા રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટના કૅમેરામાં કેદ પણ થઈ છે.

જુઓ વીડિયો:

મીડિયા કર્મીઓ પર હુમલો દુઃખદ : કુલપતિ કુલપતિ હિમાંશુ પંડ્યાએ મીડિયા કર્મચારીઓ સાથે પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ઝપાઝપી મુદ્દે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે મીડિયા તટસ્થ રીતે પોતાની કામગીરી બજાવે છે, ત્યારે તેની સાથે ગેરવર્તણૂક ચલાવી ન લેવાય. તેમણે કહ્યું કે પોલીસની ફરજ સલામતી પૂરી પાડવાની ચોક્કસ છે, પણ મીડિયાને તેની કામગીરી કરતા અટકાવવું યોગ્ય નથી.

READ  Library Menace : Insects Destroying treasured Books, Vadodara - Tv9 Gujarati

[yop_poll id=343]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments