વાતાવરણમાં ભારે પલટો, ધૂળની આંધી સાથે કમોસમી વરસાદ, એક તરફ માવઠાની મુસીબત તો બીજી તરફ ગરમીથી લોકોને રાહત

ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ સાથે વાતાવરણમાં ભારે બદલાવ આવ્યો છે. કમોસમી વરસાદ સાથે માવઠાની મુસીબત ઉભી થઈ છે. ઘણાંબધા વિસ્તારમાં કરા વરસાદ સાથે પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. 

સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. મોરબી અને જામનગર જિલ્લામાં તો વરસાદની સાથે કરા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ભારે પવનના કારણે વૃક્ષો ઘરાશયી થયા છે. ખેડૂતો પર કમોસમી વરસાદના કારણે માવઠાની મુસીબત તોળાઈ રહી છે તો બીજી તરફ લોકોને કાળજાળ ઉનાળામાં ગરમીથી રાહત મળી છે.

READ  VIDEO: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી પાસે બસમાં આગ લાગતા સમગ્ર બસ બળીને ખાખ, આગ લાગવાનું કારણ અકબંધ

 

ચૈત્રમાં ચોમાસું સર્જાવાની ઘટના બહુ જ ઓછી હોય છે પણ સવારથી રાજ્યના વાતાવરણમાં આંધી સાથે પલટો આવ્યો હતો. પહેલાં ઠેર-ઠેર ધૂળની ડમરીઓ ચડી હતી તો બાદમાં વરસાદ પણ પડ્યો હતો.  બરફના કરા સાથે વરસાદ પડવાથી ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ રહે છે. ઘણીબધી જગ્યાઓ ખેડૂતોનું અનાજ અને એપીએમસી માર્કેટમાં બહાર રખાયેલાં ઉપજના જથ્થા પર વરસાદ પડવાથી નુકસાન થવાની ખબરો પણ મળી રહી છે.

READ  રાજ્યના માંદા નાના-મધ્યમ ઉદ્યોગોને પાટા પર લાવવા માટે સરકારનો મોટો નિર્ણય

 

Special coronavirus hospital has been set up in New Civil hospital, Ahmedabad

FB Comments