ગુજરાત સરકારની શાન સમાન ‘વાઈબ્રન્ટ સમિટ’ પર જ ઉઠ્યા સવાલ, રૂ. 6500 કરોડથી વધુના MoU રદ્દ થયા

ગુજરાત સરકાર પોતાનું વિકાસ મોડેલ જ્યારે પણ રજુ કરે છે ત્યારે વાઈબ્રન્ટ સમિટને અચૂક ધ્યાન પર લે છે અને પોતાની વિકાસગાથાની રજુઆત દરમિયાન પણ વાઈબ્રન્ટ સમિટને પોતાની સિદ્ધિ તરીકે દર્શાવે છે પરંતુ આ જ વાઈબ્રન્ટ સમિટ કે જે સફળ હોવાનો સરકાર દાવો કરી રહી છે. તેની પોલ વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી દરમિયાન ખુલી ગઈ છે.

સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્યચંદનજી ઠાકોર તથા પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે પુછેલા સવાલ દરમિયાન સરકારી સફળતાની હકીકત છત્તી થઈ ગઈ છે. જે સવાલો પોલ ખોલી છે તે એવીએશન વિભાગને લગતી છે કે જેમાં કરોડોની રકમના એમઓયુ રદ્દ થઈ ગયા છે.

આ પણ વાંચો : ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે બિન અનામત વર્ગને આપી બીજી ભેટ, હવે વય મર્યાદામાં કર્યો વધારો

જે રીતે સવાલ પુછાયા છે તે મુજબ વર્ષ 2013માં યોજાયેલા વાઈબ્રન્ટ સમિટમાં એવીએશન વિભાગ માટે રૂ. 1098.50 કરોડના 12 એમઓયુ થયા હતા જ્યારે વર્ષ 2015માં 5426.50 કરોડના 10 એમઓયુ થયા હતા તથા વર્ષ 2017માં 12 એમઓયુ મળી કુલ 34 એમઓયુ કરાયા હતા.

જો કે કેટલા એમઓયુ વર્ષ 2018ના અંતની સ્થિતી અમલમાં છે તેનો જવાબ માગતા સામે આવ્યું છે કે 34 જેટલા એમઓયુ કે જેની કિંમત રૂ. 6525 કરોડ જેટલી થાય છે તે પૈકી 32 એમઓયુ રદ્દ થયા છે એટલે કે માત્ર 2 જ એમઓયુ લાયક ઠર્યા છે જ્યારે 32 એમઓયુ અમલી જ થયા નથી.

[yop_poll id=1704]

Delhi: MHA asks states to remain alert over violence during counting of votes tomorrow- Tv9

FB Comments

Nirmal

NIRMAL DAVE PRINCIPAL CORRESPONDENCE, TV9 GUJARAT GANDHINAGAR.

Read Previous

ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે બિન અનામત વર્ગને આપી બીજી ભેટ, હવે વય મર્યાદામાં કર્યો વધારો

Read Next

પાકિસ્તાની સેનાએ ભારતને આપ્યો પડકાર, અમે યુધ્ધની તૈયારી નથી કરી રહ્યાં પણ અમે જવાબ આપવા માટે તૈયાર છીએ

WhatsApp chat