અમરેલી: દીપડાના બચ્ચાની પજવણી કરતો VIDEO થયો વાયરલ

Gujarat: Video of miscreants torturing leopard cub in Amreli goes viral

જંગલી પ્રાણીઓ કરતાં પણ કોઈ વધુ જંગલી હોઈ શકે..? હા.. હોઈ શકે.. અને તેના બોલતા પુરાવા સામે આવ્યા છે. ઘટના છે અમરેલીની કે જ્યાં આરક્ષિત જંગલના વિસ્તારોમાં પ્રાણીઓની પજવણી થઈ રહી છે. એક દીપડાના બચ્ચાની પજવણી કરતો VIDEO વાયરલ થયો છે.

આ પણ વાંચો: VIDEO: ભાવનગરમાં ચાલતી સ્કૂલ બસમાંથી ફંગોળાવાથી વિદ્યાર્થિનીનું મોત

દીપડાના બચ્ચાને કેટલાક લોકો હેરાન કરી રહ્યા છે. દીપડાનું બચ્ચું ખૂબ જ નાનકડું છે. જેને ખૂબ જ ક્રુરતા પૂર્વક પકડીને પજવતા હોવાનો VIDEO અને કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો જ સાબિતી પુરે છે કે, જંગલી પ્રાણીઓ કરતાં પણ કોઈ વધુ જંગલિયતભર્યું વર્તન કરી શકે છે. જંગલી પ્રાણીઓ તો માત્ર છંછેડ્યા બાદ જ હુમલો કરે છે. પરંતુ માનવીઓ તો વિના કારણ માત્ર વિકૃત આનંદ માટે આવી રીતે પ્રાણીઓની પજવણી કરતાં રહે છે. ત્યારે સવાલ થાય કે, જંગલી કોણ..? પ્રાણીઓ કે આપણે..?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: તલવારથી કેક કાપતો VIDEO થયો VIRAL, પોલીસે આરોપીની કરી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments