જુઓ VIDEO: સિંહને કનડગત કરતો વીડિયો થયો વાયરલ

અમરેલી જીલ્લામાં જંગલમાં સિંહની પજવણી કરતો એક વિડીયો વાઇરલ થવાને મામલે વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. વાઇરલ વિડીયોમાં બાઇક પાછળ મૃત પ્રાણી બાંધી સિંહને પાછળ દોડાવી વિડીયો કરવામાં આવ્યો હતો.

 

જે સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇને વન વિભાગે એક આરોપીની અટકાયત કરી છે. વન વિભાગના મુખ્ય વન સંરક્ષક દ્વારા જવાબદાર તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું હતું. આ તકે વન્ય પ્રાણીઓને પરેશાન નહીં કરવા વન વિભાગે જાહેર જનતાને અપીલ પણ કરી છે.

READ  અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પાસે BRTSની અડફેટે બે સગા ભાઈઓના મોત, કેન્ડલ માર્ચ દ્વારા આપી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવું, જો શક્ય હોય તો મહત્વના કામ ન કરવા

FB Comments