સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ, હજુ પણ ભારે વરસાદની આગાહી યથાવત

ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસની આગાહી આપવામાં આવી હતી પણ ગુજરાતમાં સતત પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હવામાન વિભાગ દ્વારા બે દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં જોવા જઈએ તો હાલ વલસાડ, સુરત, વડોદરા અને ડાંગમાં વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ, બનાસકાંઠામાં અને સાબરકાંઠામાં મેઘમહેર થઈ છે.

READ  સુરતમાં ઝડપાયું સસ્તા અનાજનું કૌભાંડ! સ્થાનિકોએ રેડ કરી ઘઉં ભરેલો ટેમ્પો ઝડપ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉપરાંત ગુજરાતમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે જેમાં છોટા ઉદેપુર, પંચમહાલ, કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે. વડોદરા, ભાવનગર અને અમરેલીમાં પણ મેઘરાજાની મહેર થઈ છે. ગોંડલની હડમતાલા ગામે એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.

READ  Solapur toddler survives 20 heart attacks over 2 months - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  VIDEO: અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું આગમન, ગરમીથી રાહત અને ખેડૂતોમાં રાજીપો

હવામાન વિભાગ દ્વારા 26 જૂનના રોજ ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, રાજકોટ અને કચ્છમાં વરસાદ પડે તેવી સંભાવના છે. વરસાદના લીધે ખાસ કરીને શહેરોમાં ગરમી સાથે બફારો વધી રહ્યો છે. 28 જૂનના રોજ સુરત, વલસાડ, તાપી, નર્મદા જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી બે દિવસ સુધી ભરુચ,નવસારી, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

READ  Top News Stories From Gujarat : 08-08-2018

 

Oops, something went wrong.
FB Comments