આસામના ગુવાહાટીમાં ખેલો ઈન્ડીયા યૂથ ગેમ્સ 2020: મેડલ ટેલીમાં 28 મેડલ સાથે ગુજરાતનો 4 ક્રમ

આસામના ગોવાહાટીમાં ખેલો ઈન્ડીયા યૂથ ગેમ્સ 2020 ચાલી રહ્યો છે. 10 જાન્યુઆરીથી થયેલા આ ખેલકુંભમાં દેશભરના રાજ્યમાંથી ખેલાડીઓ પોતાના કરતબ દેખાડી રહ્યા છે. ગોવાહાટીના ઈન્દીરા ગાંધી સ્ટેડિયમમાં આ ગેમ્સ ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન કિરણ રીજીજુએ એક ચાર્ટને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં ક્યા રાજ્યના કેટલા ખેલાડીઓ મેડલ પ્રાપ્ત કર્યા તેની માહિતી છે. સાથે કયું રાજ્ય કેટલામાં ક્રમ પર છે તેની પણ માહિતી આપી છે. ગુજરાત ચોથા ક્રમ પર છે. જેમાં ગુજરાતના ખાતામાં 10 ગોલ્ડ, 9 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ છે. ટોટલ ગુજરાતના ખાતામાં 28 મેડલ આવી ચૂક્યા છે.

READ  સુરત: કોરોનાના કારણે 61 વર્ષીય મહિલાનું મોત, મૃત્યુઆંક 2 પર પહોંચ્યો

 

 

FB Comments