આ ગુજરાતીના ફેમેલી બિઝનેસના કી થિસીસ હાવર્ડ યુનિવર્સિટીમાં પણ ભણાવવામાં આવે છે, મોટા ર્કોપોરેટસ ફેમેલી બિઝનેસ વધારવા માટે લે છે તેમની સલાહ

તાજેતરમાં નાગપુરમાં એક ખાસ સેમિનાર યોજાયો હતો. જેમાં ફેમેલી બિઝનેસને કઈ રીતે બચાવી શકાય અને નવી જનરેશન કઈ રીતે તેમા વગર વિખવાદે રહીને બિઝનેસને વધારે ગ્રોથ પર લાવી શકે તેના પર ચર્ચાઓ થઈ હતી. જેમાં મુખ્ય વક્તા તરીકે હતા.

આપણા ગુજરાતી પ્રોફેસર હિતેષ શુક્લ. હિતેષ શુક્લ ફેમિલિ બિઝનેસ કન્સલટન્સીમાં નિષ્ણાત છે અનેક મોટી કોર્પોરેટ્સ કંપનીઓને અત્યારે ચિંતા હોય છે કે કઇ રીતે તેમના સંતાનો તેમના બિઝનેસને જાળવી શકશે અને તેમાં ગ્રોથ કરી શકશે. ત્યારે વિદર્ભ મેનેજમેન્ટ એસો. દ્વારા નાગપુરમાં ખાસ આ જ વિષય પર સેમિનાર યોજાયો હતો.

READ  વડોદરામાં સર્વત્ર જળબંબાકાર: એરપોર્ટથી માંડીને લોકોના ઘરમાં પાણી જ પાણી, જુઓ VIDEO

આ પણ વાંચો : ભારત-ઈઝરાયલ સંરક્ષણ ડીલની ખાનગી ફાઈલ થઈ ગાયબ, હોટલના વેઈટરની હોંશિયારીથી મળી પરત

જેમાં દેશભરમાંથી ટોપ 200 કોર્પોરેટ્સ અને ઇન્ડસ્ટ્રીઆલીસ્ટ આવ્યા હતા.  6 જનરેશન ઓલ્ડ ફેમિલિ બિઝનેસ ધરાવતુ ગૃપ- જીમી ટેક્સ, બૈધનાથ, જીજી ગૃપ, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં મોહતા ગૃપ, અને પાઈપીંગ ક્ષેત્રે હઝારે ગૃપ જેવા અગ્રણી બિઝનેસ લીડર્સને હિતેષ શુક્લએ ફેમિલિ બિઝનેશના ગ્રોથ પર વાત કરી હતી.

READ  સુરતમાં BRTS બસની ટક્કરે એક બાળકનું મોત, સમયસર ઍમ્બ્યુલન્સની સુવિધા ન મળી હોવાનો આક્ષેપ

કેવી રીતે લોંગ ટર્મ માટે ફેમિલિ બિઝનેસને સક્સેસ બનાવી શકાય, કઇ રીતે પરંપરાગત બિઝનેસને પ્રોફેશનલાઈઝ કરી શકાય, નવી જનરેશનમાંથી ઉત્તરાધિકારી કોને બનાવવા અને શા માટે બનાવવા અને તેને કઈ રીતે આઈડેન્ટીફાય કરવા સહિતના વિષય પર પ્રોફેસર હિતેષ શુક્લએ વકતવ્ય આપ્યુ હતું.. અને વિદર્ભ મેનેજમેન્ટ એસોને પ્રોફેસર હિતેષ શુક્લને -ફેમિલિ બિઝનેસ એક્સલન્સ- એવોર્ડ આપીને સન્માનીત કર્યા હતા. ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે પ્રોફેસર શુક્લના ફેમિલિ બિઝનેસ પરના કિ થીસીસ મેનેજમેન્ટમાં વિખ્યાત ગણાતી હાર્વડ યુનિવર્સીટીમાં પણ ભણાવાય છે.

FB Comments