ગુજરાતનું ગર્વ એટલે કે ક્રિકેટર બૂમરાહ થયા ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સીરિઝથી બહાર, પણ કેમ?

બૂમરાહ અને ટીમ ઈન્ડિયાના પ્રશંસકો માટે એક ખરાબ સમાચાર. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સામે થનારી વનડે સીરિઝ માટે બનેલી ટીમમાં તેમને જગ્યા નથી અપાઈ.

હાલમાં જ પૂર્ણ થયેલી ટેસ્ટ સીરિઝમાં ભારતે ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે. ઓસ્ટ્રેલિયામાં મળેલી આ પહેલી ટેસ્ટ સીરિઝ જીતમાં ઝડપી બૉલર અને ગુજરાતનું ગૌરવ એવા જસપ્રીત બૂમરાહનું ખાસ યોગદાન રહ્યું. બૂમરાહે ચાર મેચની આ ટેસ્ટ સીરિઝમાં 21 વિકેટ લીધી હતી. બૂમરાહ અને ટીમ ઈન્ડિયાના પ્રશંસકો માટે ખરાબ સમાચાર છે કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ થનારી વન ડે સીરિઝ તેમજ ન્યૂઝિલેન્ડ સીરિઝમાં તેમને આરામ આપવામાં આવ્યો છે.

બીસીસીઆઈએ જસપ્રીત બૂમરાહ પર બોજો ઓછો કરવા તેમજ આગામી વિશ્વ કપને ધ્યાનમાં રાખીને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈના આ પગલાથી બૂમરાહને ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવે તે પહેલા આરામ મળી જશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ ખેલાડી લેશે બૂમરાહની જગ્યા

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા ક્રિકેટરથી બની ગયા ‘બટરિંગ’ ક્રિકેટર, લોકોએ ટ્વિટર પર જ ભણાવ્યો પાઠ VIDEO

જસપ્રીત બૂમરાહના સ્થાને ઝડપી બૉલર મોહમ્મદ સિરાજ તેમજ સિદ્ધાર્થ કૉલને ઓસ્ટ્રેલિયા તેમજ ન્યૂઝિલેન્ડ સીરિઝમાં સામેલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દીએ કે ભારતે પોતાની ઓસ્ટ્રેલિયા ટ્રીપ દરમિયાન તેમની ઓસ્ટ્રેલિયન ટીમની વિરૂદ્ધ જ 3 વન ડે મેચની સીરિઝમાં સામેલ થવાનું છે. મો. સિરાજ હવે બૂમરાહની જગ્યાએ ઓસ્ટ્રેલિયા તેમજ ન્યૂઝિલેન્ડની વિરૂદ્ધ વન ડે સીરિઝમાં રમશે જ્યારે કે સિદ્ધાર્થ કૉલ ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ ટી 20 સીરિઝમાં બૂમરાહની જગ્યા લેશે.

Did you like the story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments

Hits: 3475

Comments are closed, but trackbacks and pingbacks are open.