ગૌરવની વાત! ગુજરાતી યુવતી ઈન્ડોનેશિયામાં મિસ ઈન્ડીયા ઈન્ટરનેશનલ ફીનાલેમાં લેશે ભાગ

ગુજરાતી યુવતીઓ આમ તો સૌંદર્ય સ્પર્ધામાં આગળ આવવામાં જાણે કે અચકાતી હોય છે પરંતુ આદિવાસી અંતરીયાળ વિસ્તાર એવા અરવલ્લીના ભીલોડાના માંકરોડા ગામની કેયા વાજાએ પહેલ કરી દર્શાવી છે.  મિસ ઈન્ડિયામાં ભાગ લઈ ચુક્યા બાદ હવે મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલમાં ભાગ લેવા જશે. કેયાએ પોતાને કુદરતે આપેલી સુંદરતાને સતત નિખારવા પ્રયાસ કરીને આખરે તે ભાગ લેવા માટે સફળ થઇ ચુકી છે.  એ જ જાણે કે તેના અને તેના પરીવાર માટે ગૌરવ ભરી વાત છે. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 
આંખોને આંજી રહી આ યુવતી કેયા વાજા આમ તો ગામડાંની ગોરી છે. તેનુ શિક્ષણ પણ ભીલોડામાં જ વિતાવ્યુ હતુ અને હવે તે તેની સુંદરતાને નિખારવા માટે હાલ તો મુંબઇ અને અમદાવાદની હવાની તાજગી મેળવવા પ્રયાસ કરી રહી છે. પરંતુ આખરે તેણે તેની સુંદરતાને માટે એક સ્ટેજ પહોંચાડવામાં સફળતા મેળવી છે. કેયા વાજા શિક્ષિકા માતાની પુત્રી છે અને તેની માતાએ સાડા ત્રણ દાયકા સુધી આદિવાસી વિસ્તારમાં સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત જીવન વિતાવી રહી છે અને સાથે કેયાને આગળ વધવા માટે પ્રોત્યાસહન પુરુ પાડી રહી છે.
કેયાએ અત્યાર સુધીમાં મોડેલીંગ ફોટો ગ્રાફી આલબમ કર્યા બાદ તે જાહેરખબરની દુનિયામાં આગળ વધી હતી પરંતુ તેનુ લક્ષ્ય સુદરતાને એક ઉંચાઇ પર લઇ જવાનું હતું અને જેને લઇને તેણે પોતાની સુંદરતાને નિખારવા માટેના કુદરતી અને થેરાપી પ્રકારના શક્ય તમામ પ્રયાસો હાથ ધર્યા હતા અને આખરે તે મિસ ઈન્ડીયા ૨૦૧૯ માટે ભાગ લેવા સક્ષમ બની હતી.
જ્યાં તેની સુંદરતા વખાણવામાં આવી હતી પરંતુ મીસ ઇન્ડીયાનો ખિતાબ તેનાથી દુર રહી ગયો હતો.  આમ છતાં પણ તે હિંમત હાર્યા વિના પ્રયાસ કરવામાં જ મક્કમતા દાખવી હતી અને આખરે મીસ ઇન્ડીયા ઇન્ટરનેશનલ ૨૦૧૯ માટે તે ભાગ લેવામાં સફળ બની છે. આગામી ૧૮મી નવેમ્બરે ઇન્ડોનેશીયામાં યોજાનારી મીસ ઇન્ડીયા ઇન્ટરનેશનલના ફીનાલેમાં ભાગ લેશે.  તેમાં કુલ 25 જેટલી સ્પર્ધક યુવતીઓ સાથે તે સ્પર્ધા કરશે અને ખીતાબ મેળવવા તે આશા ધરાવે છે.
 
કેયા વાજા કહે છે કે હું પહેલેથી જ લક્ષ્ય બનાવી ચુકી હતી અને તેને લને જ મૉસ ઇન્ડિયા અને હવે મિસ ઇન્ડિયા ઇન્ટરનેશલમાં ભાગ લઈ રહી છું. આગામી 18મી નવેમ્બરના રોજ ઇન્ડોનેશિયામાં ફીનાલે યોજાશે.  હું યોગા અને ડાયટ દ્રારા શરીરને કંટ્રોલ રાખું છું.  આશા છે કે આવનારા દિવસોમાં મારી ફિલ્મ પણ આવશે અને તે હાલ સરપ્રાઇઝ રાખેલ છે. 
 
કેયાએ ઉદીત નારાયણ અને શ્રેયા ઘોષલના ગીત પર એક આલ્બમ પણ શુટ કર્યો છે અને સાથે જ તેણે નવરાત્રી વેળા પણ એક ગુજરાતી ગરબા પર ગીત શુટ કર્યું હતું. તે ખુબજ ધુમ મચાવી ચુક્યુ હતુ. આ ઉપરાંત કેયાના મોડેલીંગ ફોટો આલબમ પણ ખુબ જ વખણાઇ ચુક્યા છે. 23 વર્ષની કેયા વાજાએ બોલ્ડ અને હોટ ફોટો શુટ પણ કર્યો છે અને તે પણ સોશીયલ મીડીયા અને ઇન્ટરનેટ પર ધુમ મચાવી ચુક્યા છે. તેના હોટ ફોટો શુટ સામે પણ તેને કોઇ જ વાંધો નહોતો અને સુંદરતાને નિખારવા અને સુંદરતાને દેખાડવા માટે જ જાણે કે પ્રયાસ કર્યો છે.
સુંદરતા ને અકબંધ જ નહી પણ વધુ સુંદર બનાવવા માટે તે નિયમીત યોગા કરે છે અને ફુડ પણ એજ પ્રકારે ઉપયોગ કરે છે કે જે તેના શરીરને ફીટ રાખે. કેયાનું એક જ લક્ષ્ય છે કે સૌદર્યની કોમ્પીટીશન એક વાર જીતી લે અને બસ પોતે દેખાવડી યુવતી તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી શકે. આગામી સમયમાં તે ગુજરાતી ફીલ્મમાં પણ દેખાઇ શકે છે અને આ પ્રોજક્ટ પણ તેણે તૈયાર કરી લીધો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પ્રવાસે ગયેલી ગુજરાતની વધુ એક સ્કૂલ બસનો અકસ્માત, 1નું મોત, 24 ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

 

આ ઉપરાંત તે બોલીવુડમાં પણ પોતાનુ સ્થાન જમાવવાના પ્રયાસમાં છે. આ માટે તેની માતાએ પણ તેને ખુબજ પ્રોત્સાહીત કરી છે અને તેની માતા પણ અંતરીયાળ વિસ્તારમાં જીવન વિતાવી દીકરીને ઉછેરી હોવા છતાં પણ દીકરીના ધ્યેયને જ પ્રાધાન્ય આપવાની માનસિકતા કેળવીને તેમણે પણ તેને આગળ વધવા માટે હિંમત આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
કેયાની માતા વાયોલટ વાજા કહે છે કે હું છત્રીસ વર્ષ સુધી સ્થાનિક આદીવાસી વિસ્તારમાં શિક્ષક તરીકે ફરજ બજાવી છે પણ મારુ માનવુ છે કે દીકરીઓને તેમની ઇચ્છા મુજબ કરીયરમાં આગળ વધવા દેવી જોઇએ.  તે માટે મન ખુલ્લુ રાખવુ જોઇએ.  બસ મેં પણ એમ જ માનીને તેને આગળ વધવા સાથ આપ્યો છે. 
કેયા વાજા આમ તો બહુ ઓછી ગુજરાતણોમાંથી એક છે કે જે સુંદરતાના પ્લેટફોર્મ પર ભાગ લઇ રહી છે અને તેના મનના નિશાના પર સુંદરતાનો ખિતાબ જ જીતવાની ધુન સવાર છે. જોકે કેયા તેમાં કેટલી સફળ થાય છે એ તો એની સુંદરતા અને આત્મવિશ્વાસના સંયોગ પર નિર્ભર છે.  તેની સુંદરતા તેની ચમક દમકની દુનિયામાં જરુર સફળતા અપાવશે તેટલો તેનામાં કોન્ફીડન્ટ જરુર છે. 

Junagadh: Farmers create ruckus at groundnut procurement center, allege scam in weighing | TV9

FB Comments