ગુજરાતીઓને પાણીની સમસ્યાથી મળશે રાહત, પીવા અને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં મળી રહેશે પાણી

રાજ્યમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદને કારણે ભલે થોડો સમય માટે તકલીફ ઉભી થઈ હોય પરંતુ આ જ મેઘરાજાએ ગુજરાત પર કૃપા વરસાવી છે. મેઘરાજાની મહેર એવી છે કે ગુજરાતને આવતું આખું વર્ષ પીવાના કે સિંચાઇના પાણીની તકલીફ નહીં પડે. રાજ્યના સરદાર સરોવર સહિતના 205 જળાશયોમાં તેમની કુલ ક્ષમતાની તુલનાએ 72% જળ સંગ્રહ થયો છે. રાજ્યમાં હજુ ચોમાસુ ચાલી રહ્યું છે અને હજુ પણ વરસાદ થવાનો બાકી છે ત્યારે આ સમાચાર પ્રત્યેક ગુજરાતીને રાહતની લાગણી કરાવે તેવા છે.

READ  ટોસિલિઝુમેબ ઈન્જેકશનની અછત! ઈન્જેક્શન સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરવા સરકાર પાસે માગ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગુજરાતમાં મેઘમહેરને પગલે અત્યાર સુધીમાં સિઝનનો 83.12% કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 204 ડેમમાંથી 51 જળાશયો 100% પાણી ભરાતા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. 10 જળાશયોમાં 80%થી વધુ પાણીનો સંગ્રહ થતા એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 3 ડેમમાં 70% થી વધુ પાણી ભરાતા ચેતવણી આપવામાં આવી છે.

READ  આજનું રાશિફળ: રવિવારનો દિવસ આ રાશિના જાતકો માટે શુભફળદાયી નીવડશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નર્મદા ડેમનાં 2 દરવાજા ખોલ્યા, ડેમની જળસપાટી 131.86 મીટર પર પહોંચી, જુઓ VIDEO

કચ્છ અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદને પગલે કચ્છના 10 અને રાજકોટના 8 ડેમ 100% ભરાઈ ગયા છે. તો સુરેન્દ્રનગર, જામનગર અને દાહોદના 6 ડેમ પણ છલોછલ થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, નવસારીના 2 ડેમ, ભરૂચના 3 ડેમ 100% ભરાયા છે. ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદને પગલે અહીં મોટા ભાગના ડેમમાં નહિવત પાણીનો સંગ્રહ થયેલો છે.

READ  મધ્યપ્રદેશની બાળકી માતા-પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા પહોંચી મુંબઈ અને પોલીસે કરી આ કામગીરી

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments