આ કારણે રાજ્યની 6 કોલેજ થશે બંધ, GTU પાસે કોલેજ બંધ કરવાની માગી પરવાનગી

રાજ્યની 6 કોલેજોએ GTUને અરજી કરીને બંધ કરવાની પરવાનગી માગી છે. તેમા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ નહીં મળતા કોલેજ બંધ કરવા માટે GTUને અરજી કરી છે. ગાંધીનગરની એન્જીનીયરિંગ કોલેજ અને રાજકોટની MCA કોલેજે બંધ કરવા માટે અરજી કરી છે. પાટણ અને જૂનાગઢની MBA કોલેજે પણ આ અરજી કરી છે. જ્યારે મહેસાણા અને હિંમતનગરની 2 ફાર્મસી કોલેજે પણ બંધ કરવા માટેની અરજી કરવામાં આવી છે છે.

READ  દ્વારકા અને પોરબંદરને જોડતા વર્તુ 2 ડેમમાં વધી પાણીની આવક, ડેમ નજીક આવેલા 10 ગામોને કરાયા એલર્ટ

દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતા કોલેજોએ આ નિર્ણય લીધો છે.  વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા અન્ય હજી ઘણીબધી કોલેજ પર બંધ થવાનું જોખમ છે.

આ પણ વાંચો: ભાર વિનાનું ભણતર! આ દેશના બાળકો 16 વર્ષની ઉંમર સુધી નથી આપતા કોઈ પરિક્ષા

FB Comments