કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર, રાજ્યના પ્રથમ કોરોના વાયરસના દર્દીને રજા આપવામાં આવી

Gujarat's first coronavirus patient discharged from hospital in Rajkot Corona na kehar vache rahat na samachar rajya na pratham corona virus na dardi ne raja aapva ma aavi

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે, તેની વચ્ચે રાજકોટથી રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો હતો, તે દર્દીને રજા આપવામાં આવી છે. પોઝિટીવ દર્દીનો રિપોર્ટ બે વખત નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જામનગરમાં એરફોર્સ મથકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન અને નિદર્શન યોજાયું

મક્કા મદીનાથી પરત આવેલા નદીમને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે હવે તેઓ સ્વસ્થ થઈ જતા રજા અપાઈ હતી. તેઓ જ્યારે પોતાના ઘરે આવ્યા ત્યારે પરિવાર અને આસપાસના લોકોએ જોરદાર સ્વાગત કર્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ અમદાવાદમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોના સામે જંગ લડનારી સુમિતીસિંઘ ઘરે આવી ત્યારે લોકોએ થાળી વગાડીને તેનું સ્વાગત કર્યું હતું.

READ  Staff crunch hits Gujarat Police - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: SVP હોસ્પિટલમાં સેનેટાઈઝેશનની કામગીરી, દર્દીઓ અને મેડિકલ સ્ટાફ માટે ખાસ આયોજન

FB Comments