VIDEO: ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હવે ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ તરીકે નિમણૂક

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ઉત્તરપ્રદેશના નવા રાજ્યપાલ બન્યા છે. રામ નાયકના સ્થાને ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલનો ચાર્જ સંભાળશે. મહત્વનું છે કે, ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશમાં પણ રાજ્યપાલનો ચાર્જ સંભાળનારા આનંદીબેન પટેલ હવે નવી જવાબદારી સંભાળશે.

આ પણ વાંચોઃ અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસની સુનાવણી 9 મહિનામાં પુરી થાય, જજનો કાર્યકાળ પણ વધારવામાં આવે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમની VIP સુરક્ષાથી 50 સુરક્ષાકર્મી હટાવશે

 

PM મોદીના બીજા કાર્યકાળમાં રાજ્યપાલોને નવા રાજ્ય સોંપવામાં આવી રહ્યા છે. તો જે રાજ્યમાં રાજ્યપાલનો કાર્યકાલ પુરો થઈ રહ્યો છે ત્યાં નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી રહી છે. જેને લઈને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ હવે ઉત્તર પ્રદેશનો ચાર્જ લેવા જઈ રહ્યા છે. તો પશ્ચિમ બંગાળમાં જગદીર ધનકર અને ત્રીપુરામાં રમેશ બાઈસની રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

READ  લોકસભા ચૂંટણીના મતદાનનો બીજા તબક્કો, જાણો કેટલા ઉમેદવારો સંડોવાયેલા છે ગુનાહિત મામલાઓમાં?

આર એન રવિને નાગાલેન્ડના રાજ્યપાલનો કારભાર સોંપવામાં આવ્યો છે. બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે. ફાગૂ ચૌહાણને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જગદીપ ધનખડને પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રમેશ બેસને ત્રિપુરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

FB Comments