VIDEO: સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતને વધુ એક એવોર્ડ, ‘બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ’ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી

સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતને વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થઇ રહ્યો છે. આ વખતે બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી થઇ છે. શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા એક સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અર્પણ કરાશે. ભારત સરકારના જલશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા-સફાઇની ઉત્કૃષ્ટતા અને નવા પ્રયોગો માટે જે માનદંડો નક્કી કર્યા છે. તેમાં બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી કરવામાં આવી છે.

READ  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29 જિલ્લાના 139 તાલુકામાં વરસાદ, આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયાથી સ્ટાર બનેલા રાનૂ મંડલે વધુ એક ગીત કર્યું રેકોર્ડ, હિમેશ રેશમિયાના સોંગનું થશે રિક્રિએટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્યના યાત્રા-પ્રવાસન ધામોને સ્વચ્છ-સુઘડ સાફસુથરા રાખવાનું અભિયાન તા. 1 એપ્રિલ- 2017થી હાથ ધરવામાં આવ્યું છે. જેમાં યાત્રાધામો દ્વારકા, સોમનાથ, અંબાજી, પાલીતાણા, શામળાજી, ગિરનાર અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં મોટાપાયે સફાઇ હાથ ધરવામાં આવે છે. સોમનાથ યાત્રાધામમાં કુલ 1.74 લાખ સ્કે. મીટર વિસ્તારમાં દરરોજ સ્વછતા–સફાઇની કામગીરી હાથ ધરવામાં આવે છે.

READ  Railway Budget 2016 : Indian Railways to turn smarter with apps and technology - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments