ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતોને ન્યાય અપાવવા આ યુવાન ગાંધીનગરથી ચૂંટણી લડશે

ગુજરાતમાં વર્ષ 2002માં ગોધરાકાંડ પછી ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં 69 લોકોના મોત થયા હતાં. જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન ઝાફરીનું પણ મોત થયું હતું.

છેલ્લા 17 વર્ષથી ન્યાયની રાહ જોઈ રહેલો યુવક ફિરોઝ ખાન બીજેપી અઘ્યક્ષ અમિત શાહ સામે ચૂંટણીમાં ટક્કર આપશે. ગુજરાતમાં ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિત ફિરોઝ ખાન પઠાણ ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ગુજરાતની તમામ સીટોમાં સૌથી ચર્ચિત અને બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ અહીથી ચૂંટણી લડ્યા છે. ફિરોઝના પરિવારના 10 સભ્યોએ હત્યાકાંડમાં માર્યા ગયા છે. આ હત્યાકાંડમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન ઝાફરીની 28 ફેબ્રુઆરી 2002ના રોજ હત્યા થઈ હતી.

ફિરોઝનું કહેવુ છે કે, ‘હું ગાંધીનગરથી ચૂંટણી લડીને સંદેશો આપવા માંગુ છુ કે, ગુલબર્ગ સોસાયટીના પીડિતોને આજે પણ ન્યાય નથી મળ્યો. ’વધુમાં કહ્યું કે, ઘણો લાંબો સમય થઈ ગયો છે.

 

ફિરોઝે કહ્યું કે, ‘હું ગુજરાત વિધાનસભા અને સંસદમાં વધુમાં વધુ મુસ્લિમ સમુદાય જોડાય તે માટે પ્રેરીત કરુ છુ.’ કોંગ્રેસે 2019 લોકસભા ચૂંટણી માટે એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. પરંતુ જો હુ સાંસદ બનીશ તો ગુલબર્ગ સોસાયટીમાં ફરીથી રહેવા જઈશ.

 

Top News Stories From Gujarat: 20/6/2019| Tv9GujaratiNews

FB Comments

jignesh.k.patel

Read Previous

લોકસભા ચૂંટણી 2019: પ્રથમ તબક્કાના પ્રચારના પડઘમ આજે થશે શાંત, 11 એપ્રિલે યોજાશે મતદાન

Read Next

ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી, સાબરમતી જેલના કેદીઓના નિયમોમાં કરાયો ફેરફાર

WhatsApp પર સમાચાર