જાણો ન્યૂઝીલેન્ડના જે શહેરમાં ફાયરિંગની ઘટના બની તે શહેરમાં કેટલાં ભારતીયો રહે છે

ન્યૂઝીલેન્ડમાં એક બંદુકધારીએ ક્રાઈસ્ટચર્ચ શહેરની 2 મસ્જિદમાં ફાયરિંગ કર્યુ હતુ. આ હુમલામાં 40 જેટલા લોકોના મોત થયા છે.

જે ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે તે શહેરમાં ભારતીયો અને મુસ્લિમોની વસ્તી વધારે પ્રમાણમાં છે. ફાયરિંગની ઘટના ક્રાઈસ્ટચર્ચ શહેરના હાગલે પાર્કની પાસે આવેલ ‘અલ નૂર મસ્જિદ’ અને ‘લિનડવુડ મસ્જિદ’માં બની હતી. 2017ની વસ્તી ગણતરી મુજબ ન્યૂઝીલેન્ડની વસ્તી 47.9 લાખ છે. ત્યારે ક્રાઈસ્ટચર્ચ શહેરની વસ્તી 2016ની વસ્તી ગણતરી મુજબ 3.75 લાખ છે તેમાં ભારતીયોની વસ્તી 40 હજાર કરતા વધુ છે.

ઈસ્લામ ન્યૂઝીલેન્ડમાં એક નવો અને નાનો ધાર્મિક સમુદાય છે. ઈસ્લામ દુનિયાનો સૌથી મોટો ધાર્મિક સમુદાય છે. ઈસ્લામની પાસે 1.6 અરબ અનુયાયી છે. ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલા મુસ્લિમ સમુદાય વર્ષ 1850માં ક્રાઈસ્ટચર્ચમાં વસ્યો હતો.

READ  Match Fixing પર બન્યો પ્રથમ વખત કાયદો, હવે Match Fixing કરવા પર થશે જેલ

Loot with murder case solved in Ahmedabad; 3 arrested | TV9GujaratiNews

FB Comments