અવાજ કરતા LKGના બાળકોના મોંઢા પર એક શિક્ષકે લગાવી ટેપ, વીડિયો થયો વાઈરલ

ગુરૂગ્રામની એક સ્કૂલમાં બાળકો સાથેની એક અત્યંક શરમજનક ઘટના સામે આવી છે. ક્લાસ ટીચરે, LKGના બે બાળકોના મોંઢા ટેપ લગાવી સીલ કરી દીધા. અને એ બાળકોનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓ અવાજ કરી રહ્યાં હતા. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો.

જુઓ વીડિયો:

આ તે કેવા શિક્ષક! બાળકોએ અવાજ કર્યો તો તેમના મોંઢા પર લગાવી દીધી ટેપ!

શિક્ષણજગતને શર્મસાર કરતી વધુ એક ઘટના. LKGના બાળકો સાથે આવું કેવું વર્તન!જો તમારી પાસે આવી કોઈ ઘટનાની માહિતી છે તો આ વીડિયોની નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવો અથવા TV9 Gujaratiના WhtsApp નંબર 90999 00199 પર શેર કરો.

Posted by TV9 Gujarati on Saturday, December 8, 2018

ગુરૂગ્રામની નારાયણા ઈ ટેક્નો સ્કૂલમાં એલકેજીના બે બાળકોને ટોર્ચર કરતા ક્લાસ ટીચરનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે બાળકો અવાજ કરી રહ્યાં હતા ત્યારે ટીચરે તે બે બાળકોના મોં પર ટેપ લગાવે છે.

આ વીડયો સ્કૂલના જ સિક્યોરટી ઈન્ચાર્જે વાઈરલ કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહેલા દ્રષ્યો પ્રાઈવેટ સ્કૂલ્સમાં બાળકો સાથે થઈ રહેલી અમાનવીયતાની કાળી હકીકતને ઉજાગર કરે છે. આ મામલો ઓક્ટોબર, 2018નો છે જ્યારે એલકેજીના બાળકોની પરીક્ષા ચાલી રહી હતી.

આ સમગ્ર મામલે સ્કૂલે સફાઈ આપતા કહ્યું કે આ ઘટનાની જાણ થતાં જ સ્કૂલ ટીચરને સસ્પેંડ કરી દેવાઈ હતી અને ત્યારબાદ સ્કૂલમાંથી બરતરફ પણ કરાઈ હતી.

ભલે સ્કૂલે પગલા તો લીધા, પરંતુ આ દ્રશ્યો ખૂબ ડરામણાં છે. ગુરૂગ્રામના સેક્ટર 37ની આ સ્કૂલના શિક્ષકની શરમજનક ઘટના વાઈરલ થઈ ત્યારબાદ જિલ્લા તંત્ર પણ હરકતમાં આવી ગયું. ડેપ્યુટી કમિશ્નરે હાલ આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગના અધિકારીઓનીએ એક કમિટી બનાવી છે. જે કમિટી સોમવારે સ્કૂલ જઈને આ સમગ્ર મામલાની તપાસ કરશે.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Mumbai: Water logging in Hindmata area following heavy rainfall in the city| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

PAAS કન્વિનર અલ્પેશ કથીરિયા જેલમુક્ત, જાણો જેલ બહાર નીકળતાં જ શું કહ્યું અલ્પેશે?

Read Next

HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો ચેતી જજો, 31 ડિસેમ્બરથી લાગશે ભારે દંડ

WhatsApp પર સમાચાર