નિત્યાનંદ આશ્રમનો વિવાદ પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ, યુવતીના પિતા હેબિયર્સ કોપર્સ દાખલ કરશે, જુઓ VIDEO

 

અમદાવાદના હાથીજણ સ્થિત નિત્યાનંદ આશ્રમનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં ગુજશે. યુવતીના પિતા પોતાના વકીલની મદદથી હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરાવશે. મહત્વનું છે કે યુવતીના પિતાને પોતાની દિકરીને મળવા ન દેવાતા હવે યુવતીના પિતાએ આ નિર્ણય કર્યો છે. જો કે આ કેસમાં આશ્રમ સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ, સુરતના ચોકીદારોમાં લોકપ્રિય બની ગઈ 'મૈં ભી ચોકીદાર'ની ટીશર્ટ..!!

આ ફરિયાદમાં સ્વામી નિત્યાનંદ, મા પ્રાણપ્રિયા અને અન્ય સાગરીતો સામે ગુનો નોંધાયો છે. જેમાં બાળકો પાસે મજૂરી કરાવવી, ગેરકાયદે બાળકોને ગોંધી રાખવા તથા અપહરણ કરવા જેવી કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ત્યારે આ તરફ યુવતીના પિતાએ આશ્રમ સંચાલકો સામે ગંભીર આરોપ લગાવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  એક, બે કે ત્રણ નહીં પરંતુ એક સાથે 15 સિંહનું ટોળુ, જુઓ VIDEO

 

 

યુવતીના પિતાની જો વાત માનીએ તો આશ્રમ સંચાલકો દ્વારા તેમને ફોન પર ધમકી આપવામાં આવી રહી છે. જેમાં બળાત્કાર અને મની લોન્ડરિંગના ગુનામાં ફસાવી દેવાની ધમકી મળી રહ્યાનો ખુલાસો કર્યો છે. જો કે આ તમામ ગતિવિધિ વચ્ચે યુવતીના પિતાએ પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ઉત્તર ભારતમાં હીમવર્ષાને પગલે રાજ્યના અનેક શહેરોમાં ફરી ઠંડીનો ચમકારો, જાણો શું છે આગાહી

 

FB Comments