અમિત શાહ, PM મોદી અને RSS પર ટિપ્પણી કરવાને અંગે આ ઈતિહાસકારને નોટિસ

habib-served-notice-over-remarks-against-pm-modi-and-amit-shah

જાણીતા ઈતિહાસકાર ઈરફાન હબીબને એક નોટિસ મળી છે. આ નોટિસમાં ગૃહ મંત્રી અમિત શાહ અને આરએસએસ પર ટિપ્પણી કરવાને લઈને મોકલવામાં આવી છે. અલીગઢ સિવિલ કોર્ટના એક વકીલે આ નોટિસ હબીબને મોકલી છે અને તેમના ભાષણને દેશની અંખિડતતાની વિરુદ્ધ ગણાવી 7 દિવસમાં જવાબ માગ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   લાંચ પ્રકરણમાં ફરાર PSI બારોટને પકડવા ACBનું કલોલ-મહેસાણામાં સર્ચ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ગૃહપ્રધાન અમિતશાહ કલોલમાં રૂપિયા 65.57 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજનું લોકાર્પણ કરશે

 

જાણો શું છે વિવાદ?
ભારતમાં સીએએ કાયદાને લઈને વિરોધ ચાલી રહ્યો છે. એક ભાષણનું આયોજન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં હબીબે અમિત શાહ વિશે ટિપ્પણી કરીને કહ્યું કે શાહ શબ્દ ફારસી હોવાથી અમિત શાહે આ શબ્દને હટાવી દેવો જોઈએ. આ સિવાય આરએસએસની સ્થાપના મુસ્લિમો પર હુમલાને લઈને કરવામાં આવી છે. આમ આ ટિપ્પણીને લઈને વિવાદ વકર્યો છે. આ સિવાય સરકારના સ્વચ્છતા અભિયાનમાં ગાંધીજીના ચશ્માને લઈને પણ ટિપ્પણી કરી હોય તેવા અહેવાલ છે.

READ  સોનાના ભાવમાં જોરદાર ઉછાળો! એક તોલા સોનાનો ભાવ 40 હજાર રૂપિયાને પાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોટિસમાં વકીલે કહ્યું કે તેઓએ તમામ ન્યૂઝપેપરમાં આ ટિપ્પણીઓને વાંચી છે. તેઓએ હબીબની પાસેથી આ અંગે 7 દિવસમાં જવાબ માગ્યો છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો ઈતિહાસકાર હબીબ 7 દિવસમાં જવાબ નહીં આપે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઈતિહાસકારની કથિત ટિપ્પણીઓને સીએએ કાયદાને લઈને હોય તેવું જાણવા મળી રહ્યું છે.

READ  કલમ 370 હટ્યા બાદ પહેલીવાર યૂરોપિયન સાંસદનું પ્રતિનિધિમંડળ આવશે કાશ્મીર

 

 

9 PM 9 Minutes: Defence Minister Rajnath Singh lights up earthen lamps along with his family

FB Comments