આખા શહેરની સિસ્ટમને હેક કરીને હેકર માગી રહ્યો છે આટલા લાખ રુપિયા, 19 દિવસથી સિસ્ટમ છે ઠપ્પ

અમેરિકામાં આવેલાં મેરીલેંડ શહેરમાં રેનસમવેર સાયબર હુમલો થયો છે. આ હુમલામાં ત્યાંના સ્થાનિક અધિકારીઓને કમ્પ્યુટર સહિત ઈમેઈલને હેક કરી લેવાયા છે. અધિકારીઓ પણ મુંઝવણમાં છે કે આ સાયબર હુમલાથી કેવી રીતે બચી શકાય.

આ પણ વાંચો:  શું દહીં ખાવાથી શરદી-ઉધરસમાં રાહત થઈ શકે? આ રહ્યો સાચો જવાબ

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે મેરીલેંડ આખા શહેરમાં આ સાયબર હુમલો થયો છે અને જેની ચપેટમાં બાલ્ટીમોરના બધા જ કમ્પ્યુટર આવી ગયા છે. રોબિનહુડ નામથી આ અટેક કરવામાં આવ્યો છે અને ઈમેઈલ સહિતની અગત્યની માહિતી લીક કરી દેવાની ધમકી આપવામાં આવી રહી છે.

READ  નિસર્ગ વાવાઝોડા સામે પ્રશાસન સજ્જ

 

 

લગભગ 19 દિવસ પહેલાં આ હૈકર્સે હુમલો કર્યો હતો અને તેનો આજ સુધી કોઈ રસ્તો નિકાળી શકાયો નથી. હેકર્સ આ હુમલો પાછો લેવા માટે 52 લાખ રુપિયાની માગણી કરી રહ્યો છે. બાલ્ટીમોર શહેરના અધિકારીઓએ આ 52 લાખની રકમ ફિરોતી પેટે આપવાની ના પાડી દીધી છે. અધિકારી કેવી રીતે આ હેકર્સના હુમલાથી સિસ્ટમને છોડાવવી તે અંગે મંથન કરી રહ્યાં છે પણ હાલ સુધી તેમને કોઈ તોડ મળી શક્યો નથી.

READ  વિરમગામની હાંસલપુર ચોકડી પાસેથી હાર્દિક પટેલની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં કરાશે હાજર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શરુઆતમાં જ્યારે હુમલો થયો ત્યારે ગૂગલ દ્વારા સિસ્ટમને જ બંધ કરી દેવાઈ હતી પણ પાછી સિસ્ટમને શરુ કરી દઈને કેવી રીતે આ હુમલામાંથી બચીને સિક્યુરીટી વધારવી તે અંગે આઈટી અધિકારીઓ મથામણ કરી રહ્યાં છે. આમ આ હુમલાની ચપેટમાં આખું શહેર આવી ગયું છે અને સાયબર હુમલાથી છૂટવા માટે 52 લાખ રુપિયાની માગણી કરવામાં આવી છે.

READ  પુલવામા હુમલાને લઈને ગુજરાતમાં ભડક્યો વિરોધ, લોકોએ આતંકવાદીના પૂતળા બાળીને કરી બદલાની માગણી

 

Oops, something went wrong.
FB Comments