જો આવું થયું તો… તમારે ફરીથી લાગવું પડશે ATMની લાઈનમાં!

Half of the India's ATMs may close down by 2019

Half of the India’s ATMs may close down by 2019

માર્ચ 2019 સુધી દેશના મોટા ભાગના ATM થઈ જશે બંધ?

આપ સૌને નોટબંધી તો યાદ જ હશે. 8 નવેમ્બર, 2016ના દિવસે નોટબંધીને બે વર્ષ પૂર્ણ થયા. નોટબંધી બાદ લોકોએ પોતાની બધી જૂની નોટો બેંકમાં જમા કરાવી દીધી અને જ્યારે પૈસા કાઢવાનો વારો આવ્યો ત્યારે એટીએમની લાંબી લાઈનોમાં ઉભુ રહેવું પડ્યું. કેટલાંયે કલાકોની રાહ જોયા બાદ માંડ હજાર-બે હજાર રૂપિયા મળી રહેતા. અને આવી સ્થિતિ પણ ઘણાં મહિનાઓ સુધી ચાલી. અમે તમને 2 વર્ષ જૂની આ ઘટના એટલે કહી રહ્યાં છીએ કારણ કે આવનારા સમયમાં ફરીથી આ પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે કે જ્યારે તમારે પૈસા લેવા લાઈનમાં ઊભુ રહેવું પડશે. અને આ વખતે આ લાઈન ATMની બહાર જ નહીં પરંતુ બેંકમાં પણ લગાવવી પડશે.

New rules may force half of ATMs to shut: CATMI
New rules may force half of ATMs to shut: CATMI

કેમ પૈસા માટે લાંબી લાઈનમાં ઊભુ રહેવું પડશે?

આ વખતે નોટ પર નહીં પરંતુ સંકટ ATM પર છે. દેશમાં હાલ કુલ 2 લાખ 38 હજાર ATM કાર્યરત છે. ATM ઈન્ડસ્ટ્રીની સંસ્થા ‘કન્ફેડરેશન ઑફ એટીએમ ઈન્ડસ્ટ્રી’ (CATMi)એ ચેતવણી આપતા કહ્યું છે કે આવતા વર્ષે એટલે માર્ચ 2019 સુધી દેશના અડધા ATM બંધ થઈ શકે છે. અને જો આમ થાય તો બાકીના ATMની સાથે બેંકોમાં પણ લાંબી લાઈનો લાગશે.

શું છે કારણ?

CATMi પ્રમાણે નોટ અને એટીએમને લઈને હાલના દિવસોમાં ઘણાં બદલાવ થયા છે. કેટલીયે પ્રકારની નોટ આવી ગઈ છે અને તેના કારણે એટીએમને અપગ્રેડ કરવા પડે છે. નવી ટેક્નિક પ્રમાણે એટીએમના હાર્ડવેર અને સોફ્ટવેર બંનેને અપડેટ કરવાની જરૂર છે. અને તે અપગ્રેડ કરવામાં આશરે રૂપિયા 3500 કરોડનો ખર્ચ થાય તેવું અનુમાન છે. પરંતુ હાલ એટીએમ સાથે જોડાયેલી કંપનીઓ એ સ્થિતિમાં નથી કે તે 3500 કરોડનો ખર્ચ એટીએમ અપગ્રેડ કરવા પાછળ કરે. હજી જ્યાં કંપનીઓ નોટબંધી દરમિયાન થયેલા નુક્સાનથી બહાર નથી આવી ત્યાં તેઓ આ ખર્ચ કરવા સક્ષમ નથી. બીજી વાત એ પણ છે કે જે બેંક ઈચ્છે તે પોતાનું એટીએમ પોતાના પૈસાથી અપગ્રેડ કરી શકે છે.

 


પરંતુ બેંક પણ અત્યારે આ પરિસ્થિતિમાં નથી. અને જો બેંક પણ એટીએમને અપગ્રેડ કરવાની ના પાડી દેશે તો માર્ચ 2019 સુધીમાં દેશના અડધાથી વધારે એટીએમ બંધ થઈ જશે. ‘કન્ફેડરેશન ઑફ એટીએમ ઈન્ડસ્ટ્રી’ (CATMi)નું કહેવું છે કે એટીએમ ઓપરેટર્સને પહેલેથી જ નુક્સાન થઈ રહ્યું છે અને જો બેંક તેમને પૈસા નથી આપતી તો કેટલીયે કંપનીઓ પોતાના કોન્ટ્રાક્ટ રદ કરી દેશે. પરિણામ સ્વરૂપ ઘણાં એટીએમ બંધ થઈ જશે. અને જો એટીએમ બંધ થઈ જશે તો બેંકો અને બાકીના એટીએમ પર લાંબી લાઈન લાગશે.

[yop_poll id=40]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Rajkot: District milk producers union increases price of milk by Rs 20 per fat kg| TV9News

FB Comments

TV9 Web Desk3

Read Previous

Quadricycle : સામાન્ય પરિવારનું કારનું સપનું સાકાર કરવા માટે હવે આવશે રોડ પર

Read Next

સાવધાન ! ગૂગલ મેપ્સ અને સર્ચ એન્જિનથી કરવામાં આવી રહ્યા છે બેન્ક સ્કેમ !, કેવી રીતે બચશો તમે ?

WhatsApp પર સમાચાર