પદ કે હોદ્દા માટે નહીં પણ હાર્દિક પટેલ વિચારધારાને લઈને કોંગ્રેસમાં જોડાયો છે: અમિત ચાવડા

હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાથી ગુજરાતની રાજનીતિ ગરમાઈ ગયી છે. ભાજપ તરફથી વિવિધ આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત પાર્ટી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર કર્યું કે હાર્દિકે પાર્ટીની સમક્ષ કોઈ જ શરત રાખી નથી અને કોઈ જ હોદ્દાની માગણી કરી નથી. 

કોંગ્રેસે પોતાના ગુજરાતમાં ઉમેદવારો શોધવા માટે કવાયત હાથ ધરી છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા પછી એ સવાલો ઉભા થઈ રહ્યાં હતા કે હાર્દિકે કોંગ્રેસમાં જવા માટે ક્યાં પદ કે શરત પૂર્ણ કરવાની માગણી કરી હશે. ગુજરાતના કોંગ્રસેના પ્રદેશ પ્રમુખે જાહેરાત કરી છે કે હાર્દિક કોઈ પણ  હોદ્દાની લાલચ વિના એક સૈનિક અને પાર્ટીના કાર્યકર તરીકે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છે. આમ હવે જોવાનું એ રહેશે કે પ્રાથમિક કાર્યકર તરીકે જોડાયેલાં હાર્દિકને પાર્ટી કયું પદ આપે છે.

READ  ગુજરાતના આ શહેરની કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે, જુઓ VIDEO
Oops, something went wrong.
FB Comments