‘કોફી વિથ કરણ’ શોમાં મહિલાઓની વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલને મળી આ સજા

જાણીતા ટોક શો ‘કોફી વિથ કરણ’માં મહિલાઓની વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલને સજાનો આદેશ આપ્યો છે.

પંડ્યા અને રાહુલને 20 લાખ- 20લાખ રૂપિયા ચેરિટીમાં આપવાનો આદેશ આપ્યો છે. મુંબઈ અને પંજાબની મેચ પહેલા હાર્દિક અને રાહુલની BCCIના લોકપાલ સામે હાજર થયા હતા. ત્યારબાદ આ સજા સંભળાવવામાં આવી છે.

 

READ  વલ્ડૅકપ ટીમમાંથી બહાર થઈ શકે આ ખેલાડી?

પંડયા અને રાહુલે બોલિવુડ ફિલ્મ ડીરેકટર કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં મહિલાઓને લઈને આપત્તીજનક ટિપ્પણી કરી હતી.ત્યારબાદ તેમની પર પ્રતિબંધ લગાવ્યો હતો. બંને ખેલાડીઓ 5 વન-ડે મેચમાં રમ્યા નહોતા અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેમને પાછા ભારત મોકલ્યા હતા. ત્યારબાદ હાર્દિક અને રાહુલે આ મુદ્દે માફી માગતા સાર્વજનિક રીતે માફી પત્ર લખ્યુ હતું.

READ  દરેક ગુજરાતી ઘરમાં જોવામાં આવતા જેઠાલાલનું જોડાઈ ગયું સ્ટૅચ્યૂ ઑફ યુનિટી સાથે નામ : જુઓ Video

 

Top News Stories Of Gujarat : 22-08-2019| Tv9GujaratiNews

FB Comments