ક્યારેય ન ધોવાય તેવો ડાઘ લગાવી ગયો રંગીન મિજાજ, જેટલું સન્માન મળ્યું, તેનાથી અનેક ગણા ધિક્કારનો બન્યો ભોગ

ટીવી ચૅટ શોમાં પોતાના નિવેદનોથી વિવાદોમાં આવેલા ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને લાગ્યો છે જોરદાર આંચકો.

કૉફી વિથ કરણ શોમાં હાર્દિક પંડ્યા, કરણ જૌહર અને કેએલ રાહુલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની વહિવટદાર સમિતિ (સીઓએ)એ હાર્દિક અને રાહુલ બંનેને તપાસ પૂર્ણ થવા સુધી સસ્પેન્ડ કરી દિધા છે.

એટલું જ નહીં, હાર્દિક અને રાહુલ બંનેને ઑસ્ટ્રેલિયા પ્રવાસથી ભારત પરત ફરવાનો આદેશ પણ આવી દેવાયો છે.

નોંધનીય છે કે બંને યુવા ક્રિકેટરોએ ટીવી શો કૉફી વિધ કરણમાં મહિલાઓ પર વાંધાજનક નિવેદન આપ્યુ હતું. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર બંનેની બહુ ટીકાઓ થઈ હતી.

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ બંને હાલમાં ભારતીય ટીમ સાથે વનડે સીરિઝ રમવા માટે ઑસ્ટ્રેલિયામાં છે, પરંતુ બંનેની સિડનીમાં શનિવારે રમાનાર પ્રથમ વનડે મૅચમાં પસંદગી કરાઈ નથી. સીઓએ પ્રમુખ વિનોદ રાયે જણાવ્યું, ‘પંડ્યા અને રાહુલ બંનેને તપાસ પડતર રહેવા સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.’

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ક્રિકેટની પિચની બહાર પોતાના રંગીન મિજાજ જીવનની શેખી હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર ભારે પડી છે. અગાઉ એવું અનુમાન લગાવાતુ હતું કે બંને પર બૅન લાગી શકે છે, પરંતુ હવે બંનેને ઑસ્ટ્રેલિયાથી પરત ફરવાનો રસ્તો બતાવાઈ દેવાયો છે. સાથે જ આ બંને ખેલાડીઓ ત્યાં સુધી કોઈ મૅચ નહીં રમી શકે કે જ્યાં સુધી તેમની વિરુદ્ધ ચાલતી તપાસ પૂર્ણ ન થઈ જાય.

આ નિર્ણય ત્યારે આવ્યો છે કે જ્યારે સીઓએમાં વિનોદ રાયના સાથી ડાયના ઇડુલ્જીએ બંને ખેલાડીઓ પર આગળની કાર્યવાહી સુધી સસ્પેન્સનની ભલામણ કરી હતી.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad: Cong stage protest against privatization of VS hospital ahead of PM Modi's visit today

FB Comments

Hits: 2283

Comments are closed, but trackbacks and pingbacks are open.