ચહેરા પર નિરાશા અને અફસોસ ઝળકે છે આ નવલોહિયા ક્રિકેટરના : પ્રતિબંધ બાદ પહેલી વાર મુંબઈ ઍરપોર્ટ પર દેખાયો હાર્દિક પંડ્યા : જુઓ FIRST PHOTOS

કૉફી વિથ કરણ સોમાં વિવાદિત ટિપ્પણીઓના પગલે ક્રિકેટર હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ ફરમાવાયો છે અને ત્યારથી પંડ્યા અત્યંત અપસેટ છે.

હાર્દિક પંડ્યાએ પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધો હતો અને અહીં સુધી કે ઉત્તરાયણ પર્વની ઉજવણી પણ નહોતી કરી, પરંતુ બૅન બાદ હાર્દિક પંડ્યાની પ્રથમ તસવીરો સામે આવી છે.

પ્રતિબંધ બાદ પબ્લિક લાઇફથી અંતર કરી લેનાર હાર્દિક પંડ્યાને શનિવારે પહેલી વાર મુંબઈના છત્રપતિ શિવાજી ઇંટરનેશનલ ઍરપોર્ટ પર જોવામાં આવ્યો.

હાર્દિક પંડ્યાને તેના ભાઈ ક્રુણાલ પંડ્યા સાથે ઍરપોર્ટ પર જોવામાં આવ્યો.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

દરમિયાન હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલનુ ભાવિ હજી પણ અધ્ધરતાલ જ છે, કારણ કે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચુક્યો છે.

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને ઑસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલૅંડ પ્રવાસ માટેની ટીમ ઇન્ડિયામાં પસંદ કરવામાં આવ્યા હતાં, પરંતુ 11 જાન્યુઆરીએ બંને પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ બંનેએ ઑસ્ટ્રેલિયાથી જ પરત ફરવું પડ્યું.

હવે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો નહીં આવે, ત્યાં સુધી તેમનો ન્યૂઝીલૅંડ પ્રવાસ પણ અધ્ધરતાલ જ રહેશે.

Did you like the story?

Internal conflicts seen in Kutch Congress, Youth congress chants slogans against party chief- Tv9

FB Comments

Hits: 2893

Comments are closed, but trackbacks and pingbacks are open.