હાર્દિક પંડ્યા ક્રિકેટરથી બની ગયા ‘બટરિંગ’ ક્રિકેટર, લોકોએ ટ્વિટર પર જ ભણાવ્યો પાઠ VIDEO

ક્રિકેટર હાર્દિક પંડ્યા હવે માત્ર એક ક્રિકેટર તરીકે નહીં ઓળખાય પરંતુ એક ‘બટરિંગ’ ક્રિકેટર તરીકે ઓળખાશે. તેનું કારણ છે કરણ જોહર સાથેનો હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલનો ઈન્ટરવ્યૂ.

કૉફી વિથ કરન શોમાં પહોંચ્યા ઈન્ડિયન ક્રિકેટ ટીમના હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ. અને આ શોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને લિજેન્ડરી ક્રિકેટર સચિન તેંદૂલકરને લઈને એક સવાલ પૂછાયો. અને તેના જવાબમાં આ બંને ક્રિકેટરે જે કહ્યું તે સાંભળીને સોશિયલ મીડિયા પર હાલ તે બંને ટ્રોલ  થઈ રહ્યાં છે.

અને લોકો સવાલ કરી રહ્યાં છે કે શું માત્ર હાલ વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન હોવાથી કેપ્ટનને બટરિંગ કરાઈ રહ્યું છે?

હંમેશાંથી વિરાટ કોહલી અને સચિન તેંદૂલકરને લઈને તુલના થતી રહે છે. આ બંનેમાંથી કોણ વધુ સારું ક્રિકેટર છે તેનો જવાબ કોઈના માટે સરળ નથી. પરંતુ વાત એમ થઈ કે કરણ જોહરના શોમાં ગયેલા હાર્દિક પંડ્યા અને રાહુલને સવાલ કરાયો કે,

સચિન તેંદૂલકર અને વિરાટ કોહલીમાંથી કોણ વધુ સારું બેટ્સમેન છે. અને આ સવાલના જવાબમાં તરત જ,

રાહુલ અને હાર્કિકે કોઈ જ પ્રકારના ખચકાટ વગર કે એક સેકન્ડની પણ રાહ જોયા વગર જવાબ આપ્યો, વિરાટ કોહલી. અને ત્યારબાદ આ બંને ક્રિકેટર્સ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે.

ત્યારે સવાલ એવો પણ થઈ રહ્યો છે કે વિરાટ કોહલી અત્યારે ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન હોવાથી, તેમને ખુશ કરવા આ બંને ક્રિકેટર્સે બટરિંગ કરવા આવો જવાબ આપ્યો?

કરણના શોમાં આ સવાલ રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન પૂચવામાં આવ્યો હતો. ન માત્ર ટ્રોલ પરંતુ લોકો આ બંને ક્રિકેટર્સની ખૂબ આલોચના પણ કરી રહ્યાં છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

VIDEO:

જ્યારે કે હાર્દિક પંડ્યાનો પહેલાનો એક વીડિયો પણ સામે આવ્યો જેમાં તેઓ સચિન તેંદૂલકરને ભગવાનનો દરજ્જો આપી રહ્યાં છે. અને તેમની સચિન સાથેની પહેલી મુલાકાત વિશે વાત કરી રહ્યાં છે.

VIDEO:

કહેવાય છે ને કે સત્તા બદલાતા માણસો અને પરિસ્થિતિ પણ બદલાતી હોય છે. તેનું તાજું ઉદાહરણ હાર્દિક પંડ્યાએ પૂરું પાડ્યું છે. પણ આજથી ક્રિકેટચાહકોમાં હાર્દિક પંડ્યાની બટરિંગ કરતા ક્રિકેટર તરીકે નવી ઓળખ ઉભી થઈ છે.

[yop_poll id=526]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

અમદાવાદમાં ભારે વરસાદ, મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયું|Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

“પંચરવાળાઓ જોડે દીકરીઓ કરી રહી છે લગ્ન, દેશના દરેક શહેરમાં બની જશે પાકિસ્તાન”, જાણીએ કયા મોટા નેતાએ કહી આટલી મોટી વાત? VIDEO

Read Next

કરીના કપૂરે નવા વર્ષે પહેર્યો એટલો મોંઘો ડ્રેસ જેની કિંમતમાં તમે સ્વિત્ઝર્લેન્ડ 21 વાર આવ-જા કરી શકો છો

WhatsApp પર સમાચાર