હાર્દિક પટેલ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો મનરેગા યોજના સામે મોરચો,બનાસકાંઠા જિલ્લાનાં 300 કરતા વધારે ગામમાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ

http://tv9gujarati.in/hardik-patel-and…r-ne-lai-aakshep/
http://tv9gujarati.in/hardik-patel-and…r-ne-lai-aakshep/

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને વડગામના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મનરેગા યોજનાને લઈને મોરચો માંડ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો બંનેએ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું કહેવું છે કે બનાસકાંઠા જિલ્લામાં જેમણે ક્યાંય પોતાનું નામ નથી લખાવ્યું તેવા લોકોના જોબકાર્ડ બની ગયા છે અને બારોબાર રૂપિયા ઉપડી ગયા છે. તો વડગામના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે બનાસકાંઠાના એક બાલુન્દ્રા ગામમાં જ 10 કરોડથી વધુનું કૌભાંડ આચરાયું છે. બનાસકાંઠાના 300થી વધુ ગામોમાં કૌભાંડ આચરાયું હોવાનો મેવાણીએ આક્ષેપ કર્યો છે અને આ કૌભાંડમાં અધિકારીઓથી માંડીને મોટા માથાઓની સંડોવણીનો પણ દાવો કર્યો છે.

READ  પાટણ-બનાસકાંઠા બોર્ડર સીલ, પાટણના સિદ્ધપુરમાં કેસ વધતા લેવાયો નિર્ણય

 

FB Comments