હાર્દિક પટેલને મોટો ઝટકો, ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી નહી લડી શકે 2019ની ચૂંટણી

 પાટીદાર અનામત આંદોલન સમિતીના સંયોજક અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી નહી લડી શકે. હાર્દીકને હાઈકોર્ટ તરફથી કોઈ રાહત ન મળતા ચૂંટણી લડવુ લગભગ અશક્ય.

વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કેસમા થયેલી સજાનો હુકમ મોકુફ રાખવા હાર્દિક પટેલે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ હાઈકોર્ટ તરફથી પણ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને કોઈ રાહત મળી નથી. મહત્વનું છે કે, હાઈકોર્ટે ચુકાદો આપતા પહેલા અવલોકન કર્યુ કે નિચલી કોર્ટનો ચુકાદો ગેરવ્યાજબી માની સજા મોકુફ રાખી શકાય તેમ નથી.

 

READ  વિરમગામની હાંસલપુર ચોકડી પાસેથી હાર્દિક પટેલની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં કરાશે હાજર

હાર્દિક પટેલને રાજકીય કરિયરમાં તેના પર ચાલી રહેલા કેસો અને સજાઓ રસ્તામાં અડચણ બનેલા છે અને તેવો જ એક ચુકાદો આજે હાઈકોર્ટે આપ્યો છે. જો કે હાર્દિક પાસે સુપ્રિમનો માર્ગ ખુલ્લો છે, પરંતુ સુપ્રિમ કરતા મોટી સમસ્યા સમય મર્યાદા છે, કારણ કે, લોકસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 4 એપ્રિલ છે. જોકે રજાના દિવસો બાદ કરીએ તો હાર્દિક પાસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે માત્ર 4 દિવસ છે.

READ  રિયાલીટી શૉ 'બિગ બોસ' થશે બંધ? ભારે વિરોધ બાદ સરકારે કરી આ કાર્યવાહી

Anand: Mentally unstable youth jumps off mobile tower, dies| TV9News

FB Comments