હરિયાણામાં દુષ્યંત ચૌટાલાએ સમર્થન માટે રાખી આ શરત, જાણો કોની સાથે ચાલી રહી છે વાતચીત

દુષ્યંત ચૌટાલા ફરી મીડિયા સામે આવ્યા છે. હરિયાણાં કોની સરકારનો સવાલ હજુ જેમનો તેમ છે. ત્યારે દુષ્યંત ચૌટાલાની પાર્ટી JJP પાસે 10 બેઠક છે. દુષ્યંત ચૌટાલાએ ગઈકાલે પરિણામ દરમિયાન કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસમાંથી કોની સાથે ગઠબંધન કરવું તે મારી પાર્ટીના સદસ્યો નક્કી કરશે. જેને લઈને આજે JJPની બેઠક યોજાઈ હતી. જે બાદ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, જે પાર્ટી અમારા મિનિમમ પ્રોગ્રામની વાત માનશે તેને સમર્થન આપવામાં આવશે. દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું કે, તેમણે પોતાના પિતા સાથે પણ વાત કરી છે. અને રાષ્ટ્રીય સમિતિને નિર્ણય લેવા છૂટ આપી છે. આ સાથે દુષ્યંતે એ પણ કહ્યું કે, બંને પાર્ટી સાથે વાતચીત ચાલી રહી છે.

READ  સ્વાગત સમારોહમાં પહોંચેલા UP ભાજપ પ્રમુખની કપાઈ આંગળી

આ પણ વાંચોઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામના ગેમ-ચેન્જર અને કિંગ-મેકર…જાણો કોણ છે દુષ્યંત ચૌટાલા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોતાના પિતા અજય ચૌટાલાને મળવા દુષ્યંત તિહાડ જેલ પહોંચ્યા હતા. પિતા અને પુત્ર વચ્ચેની આ મુલાકાત આશરે 25 મિનિટ સુધી ચાલી હતી. JJP હરિયાણામાં ત્રીજા નંબરની પાર્ટી તરીકે ચૂંટાઈને આવી છે. ભાજપ-કોંગ્રેસ બાદ JJPને 10 બેઠક પ્રાપ્ત થઈ છે. જો કે JJPની આ પહેલી વિધાનસભા ચૂંટણી હતી.

READ  શિવસેના નેતા સંજય રાઉતનો દાવો, ભાજપની પૂર્વ સરકારે ફોન ટેપ કરાવ્યો હતો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments